તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિષ્ક્રિયતા:નેત્રંગ ટાઉનમાં શંકાસ્પદ ડેન્ગ્યૂનો એક કેસ મળ્યો

નેત્રંગ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વહિવટીતંત્રની બેદરકારીના કારણે ઠેરઠેર ગંદકી ફેલાતા રોગચાળો ફેલાવાની ભીતિ

નેત્રંગ ટાઉનમાં ખાડે ગયેલા વહીવટી તંત્રને લઇ ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળે છે. રોગચાળાએ માથુ ઉચકતા શંકાસ્પદ ડેન્ગ્યુનો એક કેસ સામે આવ્યો છે. નેત્રંગ ટાઉનમાં ચારેય પ્રવેશ પ્રવેશદ્વારો ઉપર કચરો જાણે લોકોનુ સ્વાગત કરી રહ્યો છે. જ્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપર મોટી સંખ્યામાં રોજ દર્દીઓની ભીડ ઉમટી રહી છે. ગંદકીને લઈ ટાઉનમાં રોગચાળો વકર્યો હોઈ એમ પ્રજામાં ભયનો માહોલ ફેલાયો છે. વહિવટી તંત્રની નિષ્કાળજીના કારણે ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. કચરા નિકાલ માટે મૂકવામાં આવેલી કચરા પેટીઓમાં લોકો કચરો નાખવાની જગ્યાએ આડેધડ સાઇડ ઉપર ફેંકીને જતાં રહે છે.

આ બાબતે ટાઉનની પ્રજાએ પણ વિચારવું રહયું. નહિવત વરસાદમા પણ રોડ મુખ્ય રસ્તાઓ પર ગંદા પાણીનો નિકાલ થતો રહયો હોવાથી પાણીજન્ય રોગચાળો ટાઉનમા ફેલાઇ રહ્યો હોવાનુ બહાર આવ્યુ છે.નેત્રંગ ટાઉનના ગાંધીબજાર વિસ્તારમા જલારામ મંદિર પાસેના રહેણાંક વિસ્તાર મા શંકાસ્પદ ડેન્ગ્યુની ઝપેટમા 9 વર્ષની એક બાળકી આવી હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે. આ બાળકી 28મી ઓગસ્ટથી નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર હેઠળ હતી.

આરોગ્ય વિભાગ ના જવાબદાર અધિકારીને પુછતા તેમણે જણાવ્યું હતુ કે, આરોગ્ય વિભાગ પાંચ દિવસ બાદ પણ કેસ પોઝીટીવ છે કે નેગેટિવ એનુ કોઈ કનફ્રર્મેશન આપી શક્યું નોહતું. નેત્રંગ ટાઉન સહિત પંથકમા કોરોના ની સંભવિત ત્રીજી લહેર સાથે સાથે અન્ય રોગચારો પણ હાવીના થાય તે માટે તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, બ્લોક હેલ્થ અધિકારી ,જીલ્લા પંચાયત આરોગ્ય વિભાગ તાત્કાલિક તકેદારી ના પગલા ભરે તે તેમજ ટાઉનમાથી ગંદકી દુર કરવામા આવે અને જરૂરી દવાઓનો છંટકાવ કરાવવામા આવે તેમ લોકોની માગ છે.

અન્ય સમાચારો પણ છે...