તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂતોને સહાય:નેત્રંગ તાલુકાના 4 હજારથી વધુ ખેડૂતોને 9 કરોડના ચેક સહાય પેટે વિતરણ કરાયા

નેત્રંગ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ખેતીવાડી શાખાના પ્રયત્નથી ખેડૂતોને અતિવૃષ્ટિથી થયેલા નુકશાનના રૂપીયા 9 માસ પછી પરત મળ્યાં

નેત્રંગ ખેતીવાડી શાખાના પ્રયત્નથી ખેડૂતોને ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પાક નુકશાનીનું વળતર મળી ગયુ હતું. પરંતુ બેન્કની ટેકનિકલ ખામીના કારણે નેત્રંગ તાલુકાનાં 9 જેટલા ખેડૂતો ને નુકશાનીનું વળતર મળ્યું નોહતુ. જ્યાં ગુરુવારે નેત્રંગ તાલુકાના વળતરમાં બાકી રહી ગયેલા ખેડૂતોને થયેલા નુકશાનના રૂપીયા 9 માસ પછી ખેતીવાડી શાખાના પ્રયત્નથી ખેડૂતોને પરત મળ્યા. 9 માસ ઉપરાંતના સમય પછી સરકારી સહાય ની રકમ મળતાં ખેડૂતો માં આંનદ છવાયો હતો.

ઓગસ્ટ 2020માં વધુ પડતાં વરસાદના કારણે ભરૂચ જિલ્લામાં ખેડૂતો ને પાક નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો. અતિવૃષ્ટિનાં સરકાર વડે નુકશાની જાહેર કરતાં જિલ્લા તથા તાલુકાના ખેતીવાડી શાખા મારફતે ખેડૂતોની પાક નુકશાનની ઓન લાઈન અરજીઓ સ્વીકારવામાં આવી હતી. જ્યાં નેત્રંગ તાલુકાનાં રેવન્યુ જમીન ધરાવતા 3400 ખેડૂતો અને જંગલ જમીન ધરાવતા અંદાજીત 900 જેટલા ખેડૂતોને 9 કરોડની રકમ ખેડૂતોને પીએમએફએસ વડે સીધા ખાતામાં જમા કરાવવામાં આવ્યાં હતાં. નેત્રંગ તાલુકા પંચાયત કચેરી ખાતે ગુરૂવારે ખેડૂતોને અતિવૃષ્ટિથી થયેલ નુકશાનના વળતરમાં ટેકનીકલ સમસ્યા હોવાથી તાલુકાના 9 ખેડૂતોને તાલુકા વિકાસ અધિકારી ડૉ.અલ્પનાબેન નાયર, તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ લીલાબેન તેમજ વિસ્તરણ અધિકારી યોગેશ પવાર ની ઉપસ્થિમાં ચેક વિતરણ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો