તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:કોડવાવ રિસોર્ટ પર થયેલી મારામારીમાં 9ની ધરપકડ

નેત્રંગએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિક્યુરિટીએ 9 લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી

નેત્રંગના કોડવવા ગામ પાસે આવેલા રિસોર્ટ પર ગુરુવારે મધ્ય રાત્રે રિસોર્ટના સિકયુરિટી ગાર્ડ તેમજ રિસોર્ટના કર્મચારીઓને ઢોર માર મારવા બદલ ટીમરોલિયા ગામના સાત લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.

આ ગુનામાં બંને પક્ષોએ સામ સામી ફરિયાદ નોંધાઈ હતી. ટીમરોલીયા ગામના 9 જેટલાં લોકો લાકડા ચોરી માટે આવ્યા હોવાનું અને કર્મચારીઓને ઢોર માર માર્યો હોવાના આક્ષેપ કરી ફરીયાદ કરી હતી. ગુરૂવારે રાત્રીએ બનેલી મારા મારીના બનાવ બાબતની બને પક્ષ દ્વારા સામસામી ફરીયાદ નોધાઇ હતી. નેત્રંગ પોલીસને જાણ થતાં તમામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. જેમાં ભાવિન રધુ વસાવા, સંજય વાસુદેવ વસાવા, દયારામ વસાવા,વાસુદેવ વસાવા, સંજય વસાવા,ગુલશન વસાવા તમામ રહે,ટીમરોલિયાની પોલીસે ધરપકડ કરી હતી. બંને પક્ષની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...