કોરોનાએ ફરી માથું ઉંચકતા લાંબા સમય બાદ નેત્રંગ ટાઉન સહિત કોરોનાની ત્રીજી લહેરમા 6 જેટલા લોકો કોરોના પોઝીટિવ આવતાં લોકો માં ચર્ચા નો મહોલ બન્યો છે. જ્યારે બીજી તરફ કોરોનાની ત્રીજી લહેરને લઇને ભરૂચ જીલ્લા સલામતીને લઈ વહીવટી તંત્ર થકી 144 મી કલમ લાગુ હોવા છતા સરકારનો સેવાસેતુ કાર્યક્રમ બેરોકટોક ચાલુ છે. નેત્રંગ ટાઉન સહિત પંથકમા 6 જેટલા લોકોને તેની ઝપેટમા લીધા છે.
જેમા નેત્રંગ ટાઉનમા સેવાસદન વિસ્તારમા રહેતી 60 વર્ષની મહિલા, સરકારી દવાખાનનીની પાછળના વિસ્તારની 40 વર્ષની મહિલા, તેમજ ગાંધીબજાર વિસ્તારમા જલારામ ફળીયાની 58 વર્ષની મહિલા કોરોનાની પોઝિટિવ છે. જયારે મોરીયાણા ગામે નવીવસાહત વિસ્તાર રહેતી 19 વર્ષની યુવતી , વણખુંટા ગામે નિશાળ ફળીયા વિસ્તારમા રહેતો 21વર્ષ ની યુવાન તેમજ નેત્રંગ ડેડીયાપાડા રોડ પર આવેલ કોડવાવ ગામે આવેલ એક રિસોર્ટ નો 50વર્ષની ઉંમર ધરાવતો પુરુષ ઝપટમા આવેલ છે. મહિલા નેત્રંગ ખાતે ની રેફરર હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.