તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:બંધારણમાં આપણા હક્કો અને ફરજો વિષય પર 54મો વેબીનાર

નેત્રંગ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નેત્રંગ સરકારી વિનયન કોલેજમાં બંધારણ દિવસની ઉજવણી

વિનયન અને વાણિજ્ય કોલેજમાં બંધારણ દિવસ ની ઉજવણીના ભાગરૂપે બંધારણ આપણા હક અને ફરજો વિષય પર 54મો વેબીનાર યોજાયો હતો. આ વેબીનાર માં કોલેજ ના વિદ્યાર્થીઓ,અધ્યાપકો તેમજ અલગ અલગ વિષય અને ફિલ્ટના મહાનુભવોએ ઓનલાઈન વેબીનારમાં હાજરી આપી હતી.બંધારણ આપણા હક અને ફરજો વિષય પર તજજ્ઞ વક્તા તરીકે એમ. એસ યુનિવર્સિટીના કાયદા વિભાગના પ્રોફેસર ડૉ. રાજેન્દ્ર પરીખે સરળ અને રસાળ શેલી માં વ્યાખ્યાન આપ્યું હતું. આ વેબીનાર માં અલગ વિષય અને ફિલ્ટના મહાનુભવોએ ઓનલાઈન વેબીનારમા પોતાના વિવિધ મંતવ્યો રજૂ કર્યા હતા.

નેત્રંગ તાલુકા ના તાલુકા વિકાસ અધિકારી અલ્પના નાયરે પણ પોતાના અનુભવો વર્ણવ્યા હતા. જ્યારે કોલેજના આચાર્ય ડૉ. જી. આર. પરમારે વેબીનારને સફળ બનાવવા બદલ દરેક મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો. ડૉ. જસવંત રાઠોડે વેબીનારના કોર્ડિનેટર તરીકે કામગીરી કરી હતી. કોલેજના એન.એસ.એસ યુનિટે સમગ્ર કાર્યક્રમનું આયોજન અને પ્રચાર-પ્રસારમાં ભૂમિકા ભજવી હતી.વેબીનારમાં કોલેજના વિદ્યાર્થીઓ,અધ્યાપકો અને બીજા સ્ટાફ મિત્રોએ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...