તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૌ વંશની કતલ:મૌઝાની નદી કિનારે ગૌમાંસનો 40 કિલો જથ્થો ઝડપાયો, 2 શખ્સ ફરાર

નેત્રંગ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નેત્રંગ પોલીસે સ્થળ પરથી 15 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો
  • ગૌ વંશની કતલ કરી વેચાણ થતું હોવાની પોલીસને માહિતી મળી હતી

નેત્રંગના તાલુકાના મૌઝા ગામની ટોકરી નદી કિનારે ગૌ માસ નો 40 કિલો જેટલો જથ્થો ઝડપાયો હતો. રેડ પડતાં એલેર્ટ થયેલાં બે ઇસમો ફરાર થઈ.

નેત્રંગના તાલુકાના મૌઝા ગામ નેત્રંગ તાલુકાની હદ વિસ્તારમાં આવે છે. જે વાલિયા પોલીસનો હદ વિસ્તાર ધરાવે છે. મૌઝા ગામની સીમમાં ટોકરી નદી કિનારે સ્મશાન પાસે ઝરણાવાડી ગામમાં રહેતો મુકેશ ચંદુ વસાવા અને વિજય વસાવા ગેરકાયદેસર રીતે ગૌ વંશની કતલ કરી વેચાણ કરતા હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે બાતમી વાડળા સ્થળ ઉપર પર દરોડા પાડ્યા હતા. પોલીસના દરોડા દરમિયાન ગૌ વંશની કતલ કરનારા બંને ઇસમો ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી 40 કિલો ગૌ માસનો જથ્થો અને એક બાઇક મળી કુલ 15 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ફરાર થયેલ બંને ઇસમો વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...