તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:નેત્રંગમાં વીજપોલ તૂટી જતા 4 કલાક વીજળી ડુલ

નેત્રંગ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અજાણ્યા ટ્રક ચાલકે વિજપોલને ટક્કર મારી હતી

નેત્રંગ રોડ થી માંડવી રોડ ગ્રામ પંચાયતની પાણીની ટાંકી પાસે આવેલો વિજપોલ ગુરુવારે સાંજે અજાણ્યા ટ્રક ચાલકે ગાડી રિવર્સ લેતા વિજપોલ સાથે અથડાઈ હતી. ગાડી વિજપોલ સાથે અથડાતા વિજપોલ ભાંગી ને નમી ગયો હતો.આ વિજપોલ ભાંગી જતા મૌઝા ફીડરની જ્યોતિ ગ્રામમાં આવતી વીજ લાઈન માં ફરજીયાત પાવર કાપ મુકવો પડ્યો હતો. આ કાપ ના કારણે મૌઝા આસપાસના ગામોની વીજળી 4 કલાક સુધી ડુલ રહી હતી. તે ઉપરાંત વિજપોલ ભાંગી જતા સદનસીબે કોઈ જાનહાની થઈ નોહતી.ઘટનાની રાત્રી એ જ વીજ વિભાગ નેત્રંગ ના વીજકર્મીઓ ખેતીવાડીના પાવર નું કનેક્શન મૌઝા ફીડર ટ્રાન્સફર કરી પાવર ની સગવડ કરી આપી હતી. અને બીજા દિવસે શુક્રવારે સવારે નેત્રંગના વીજકર્મીઓ નવો વિજપોલ ઉભો કરી વીજપુરવઠો ફરી ચાલુ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો