તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂકવણી:નેત્રંગમાં નુકશાનના રિપોર્ટ બાદ 15 દિવસમાં 22.53 લાખ ચૂકવાયા

નેત્રંગ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટાસ્ક ફોર્સની આગેવાનીમાં તાલુકામાં સરવે થયો હતો

ભરૂચ જિલ્લામાં 70 કિમી પ્રતિ કલાકે આવેલાં તાઉતે વાવઝોડા અને વરસાદે વિનાશ નોતર્યો હતો. સર્વે રિપોર્ટ પ્રમાણે અંદાજિત નેત્રંગ તાલુકામાં ઉનાળુ વાવેતર અને બાગાયતી પાકને 70 ટકા જેટલું નુકશાન પોહચ્યું હતું. વરસાદ અને વાવઝોડાથી થયેલી નુકશાનીનો તાગ મેળવવા નેત્રંગ તાલુકાના વિસ્તરણ અધિકારી યોગેશ પવારે કેલીકુવા, બોરખાડી, કંબોડિયા, ચાસવડ વગેરેએ ગામનાં ખેડૂતોની મુલાકાત યોજી હતી.

નોડલ ઓફિસરની આગેવાનીમાં તાલુકા કક્ષાએ ટાસ્કફોર્સનું ગઠન કરી ઉનાળું અને બાયાયતી ખેતીના નુકસાનીનો સર્વે કરી રીપોર્ટ ઉપલી કક્ષાએ જમા કરાવ્યો હતો. ગ્રામ સેવકોએ યુદ્ધના ધોરણે કામગીરી કરી બે સપ્તાહથી પણ ઓછા સમયમાં નુકશાનીનો રીપોર્ટ જીલ્લા કક્ષાએ જમા કરાવ્યો હતો.જેના 15 દિવસમાં જ વળતરનું ચૂકવણું થઈ ગયું હતું. મંગળવારે નેત્રંગ તાલુકામાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી 13.95 લાખ, રાજ્ય બજેટ ફન્ડમાંથી 8.80 લાખ રૂપિયાની ચૂકવણી થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...