દુર્ઘટના:વણખુંટા ગામે કપડા ધોવા ગયેલી 2 સગીરા ડેમમાં ડૂબી

નેત્રંગએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૃતકો પૈકી એક મોસાળમાં રહેવા આવી હતી

નેત્રંગ તાલુકા વણખુંટા ગામમા રહેતા રાકેશ રામભાઇ વસાવાની પુત્રી સંજના રાકેશભાઇ વસાવા ઉ.વ .16 તેમજ એજ ફળીયામા રહેતા રામજી જંગલાભાઇ વસાવાની પુત્રી મોગરાને નમઁદા જીલ્લાના કણપોર ગામે પરણાવેલ છે. તેઓની પુત્રી શિલ્પા રોહિતભાઇ વસાવા ઉ.વ. 13 જે ધોરણ 8 મા અભ્યાસ કરે છે. શિલ્પા હાલ પોતાના મોસાળ મા આવેલ હોય સંજના તેમજ શિલ્પાના મામાનુ ધર અડોસપડોશમા આવેલ હોવાને લઇને બંન્ને બહેનપણી સવારના કપડા ધોવા માટે વણખુંટા ગામની સીમમા ડેમના પાણીનો સંગ્રહ થયેલ પાણી વાળા વિસ્તારમા ગઇ હતી.

લાંબા સમય બાદ કપડા ધોવા માટે ગએલ બંન્ને દિકરીઓ ધરે પરત નહિ આવતા માતા પિતાને ચિતા થતા કુટુંબીજનોએ તેમજ ગામ લોકોએ તપાસ આદરી હતી. કપડા ધોવા માટે ગએલ જગ્યા પર તપાસ કરતા ધોએલા કપડા નજરે પડ્યા હતા પરંતુ બંન્ને દિકરીઓ નજરે નહિ પડતા પાણીમા ડુબી જવાની શંકા જતા ડેમના પાણીમા લોકોએ ઉતરીને શોધખોળ કરતા બન્ને દિકરીઓના મૃત દેહ મળી આવ્યા હતા. બનાવના પગલે પરિજનો શોકમાં ગરકાવ થયા છે.

અન્ય સમાચારો પણ છે...