તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ચાસવડ ગામ નજીક ટ્રકના ચાલકે બોેલેરોને ટક્કર મારતા 2ના મોત

નેત્રંગ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડોદરાથી સોનગઢ જતી બોલેરોને ટ્રકે ટક્કર મારી હતી
  • બોલેરોનો કચ્ચરઘાણ વળી ગયો : ડ્રાઇવરનો આબાદ બચાવ

નેત્રંગના ચાસવડ ચોકડી પાસે મંગળવારે રાત્રિ દરમિયાન અંધકારના સમયે ફરીવાર ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઇ હતી. અકસ્માતની હારમાળા સર્જાતાં નેત્રંગથી ચાસવડ સુધીનો રસ્તો અક્સ્માત ઝોન બની ગયો હોય એવું પ્રતિત થઈ રહ્યું છે.કોયલી માંડવી ગામથી નેત્રંગ તરફ જતી ટ્રકના ચાલકે ચાસવડ ચોકડી પર વડોદરાથી સોનગળ જતી બોલેરોને ટક્કર મારતાં ઘટના સ્થળે જ બે વ્યક્તિના મોત થયા હતા. જ્યારે ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો.

નેત્રંગના ચાસવડ ગામની ચોકડી ઉપર મંગળવારે રાત્રિ દરમિયાન ટ્રક અને બોલરો ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં નિમિૅત દિલીપ ચાવડા (ઉં.31 રહે,વડોદરા) અને રાજબહાદુર ચરણ ચૌધરીને માથા સહિત શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટનાસ્થળ ઉપર જ કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે ડ્રાઈવર અને સવાર મુસાફરોને શરીરના ભાગે ઇજાઓ પહોંચતા સારવાર અર્થ નેત્રંગ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. રાત્રિના સમયે ધડાકા સાથે અકસ્માત સર્જાતા લોકટોળા ઉમટી હતા. ટ્રકના ચાલકે બોલેરો ગાડીને ટક્કર મારતાં ગાડીના ફુરચેફુરચા ઉડી ગયા હતા. નેત્રંગ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથધરી હતી.

નેત્રંગથી ચાસવડ સુધીનો રસ્તો અક્સ્માત ઝોન
નેત્રંગ-માંડવી રોડ પર આવેલ છેલ્લા એક સપ્તાહમાં જીવલેણ અકસ્માતની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. વીત્યા સાત દિવસમાં અલગ અલગ અકસ્માતમાં 4 વ્યક્તિઓનાં મુત્યુ થયા હતા જ્યારે 6 થી વધુ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પોહચી હતી. ગયા સપ્તાહના ગુરુવાર વહેલી સવારથી અકસ્માતની ઘટના સામે આવી રહી છે, જ્યાં ગુરુવારે મળસ્કે બીજા દિવસે શુક્રવારે કેલવીકુવા સ્ટેશન પાસે અકસ્માત થયો હતો. બીજા દિવસે શનિવારે સાંજે કંબોડિયા સ્ટેશન પર બાઇક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો