ચૂંટણી:નેત્રંગ તાલુકાની 35 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 172 કર્મચારી તહેનાત

નેત્રંગએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 23 અતિસંવેદનશીલ​​​​​​​ અને 7 સંવેદનશીલ પોલિંગ તેમજ 49 સામાન્ય બુથ

નેત્રંગમાં યોજાનાર ગ્રામપંચાયતની ચૂંટણીઓને લઈ પોલીસ અને વહીવટીતંત્ર સજ્જ થઈ મતદાનની તૈયારીઓને આખરી ઓપ અપાય ગયો હતો. નેત્રંગની 35 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 200થી વધુનો પ્રોટેકશન સ્ટાફ 86 બુથો ઉપર ફરજ બજાવશે ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું. તાલુકામાં 65872 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. નેત્રંગ તાલુકામાં 23 અતિસંવેદનશીલ અને 7 સંવેદનશીલ પોલિંગ તેમજ 49 સામાન્ય બુથ છે.

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફરજ બજાવનારા કર્મચારીઓને ૧૩ રૂટ માટે 11 જેટલી બસો તેમજ 2 પ્રાઇવેટ વાહનોની ફાળવણી કરી રવાના કરાયા હતા. 86 પુરૂષ પુલિંગ ઓફિસર જ્યારે 168 મહિલા પુલિંગ ઓફિસરની ફાળવણી કરવામાં આવી હતી. 86 મતપેટીઓથી યોજાનારી ચૂંટણીમાં કાઉન્ટીગ માટે પણ કર્મચારીઓના ઓર્ડર કરાયા હતા. કુલ 172 કર્મચારીઓને કામે લગાવવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...