ગાઇડલાઇનના ભંગની કડક કામગીરી:નેત્રંગમાં ગાઇડલાઈના ભંગમાં 15 કેસ, પોલીસે 15 હજારનો દંડ કર્યો

નેત્રંગ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોવિડ ગાઇડલાઇનનંુ પાલન કરવા કડક અમલ

છેલ્લા 10 થી 12 દિવસથી કોરોનાના કેસો રાત દિવસ વધી રહયા છે. તેવા સંજોગોમા વહીવટતંત્ર પણ મોડેમોડે એક્શનમાં આવતા નેત્રંગ પોલીસે પણ કોવિડ ગાઇડ લાઇનના ભંગની કડક કામગીરી હાથ ધરી હતી. જેમાં માત્ર ત્રણ દિવસથી ઝુંબેશ હાથ ધરવામા આવતા 15 જેટલા કેસો કરીને 15 હજારના દંડની વસુલી કરતા લોકોમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે. રાજય ભરમાં કોરોનાનો નવો વાયરસ સક્રિય થતા ની સાથે જ કોરોના દર્દીઓમાં રાત દિવસ સતત વધારો થઈ રહ્યો છે.

ત્યારે વહીવટી તંત્ર પણ એક્શનમાં આવતા કોવિડ ગાઇડ લાઇનના નિયમો નુ પાલન કરાવવાની જવાબદારી પોલીસ વિભાગના શીરે હોવાથી તેમજ સપુઁણ ભરૂચ જીલ્લાની હદ વિસ્તાર માટે તા. 18 જાન્યુઆરી 2022 સુધી બહાર પાડવામા આવેલ જાહેરનામા મુજબ કલમ 144 મુજબ 4 કરતા વધુ વ્યકિતઓ એકત્ર ના થાય તેનો અમલ કરાવવા તેમજ કોવિડ ગાઇડ લાઇનનુ ચુસ્તપણે પાલન થાય તે માટે અને ખાસ આમ જનતા માસ્ક પહેરે અને તેના નિયમોનુ ચુસ્ત પણે પાલન કરાવવા નેત્રંગ પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ એન. જી. પાંચાણી દ્રારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે.લોકોએ સાવચેત રહી કોરોના મહામારીમાં જાતે જ કાળજી રાખવી જરૂરી બની છે.

અન્ય સમાચારો પણ છે...