તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દરોડા:નેત્રંગમાં મકાનમાં જુગાર રમતાં 11 નબીરા ઝડપાયા, 5.06 લાખનો મુદ્દામાલ જપ્ત

નેત્રંગએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેત્રંગમાં મકાનના બીજા માળે જુગાર રમતાં જુગારીયાઓ ઝડપાયા હતા. - Divya Bhaskar
નેત્રંગમાં મકાનના બીજા માળે જુગાર રમતાં જુગારીયાઓ ઝડપાયા હતા.
  • નવા રેંજ આઇજીએ ચાર્જ લેતાં જ પોલીસ સક્રિયઃ રોકડા, મોબાઇલ, કાર, બાઇક મળી રૂા. 5.06 લાખનો મુદ્દામાલ જપ્ત

નેત્રંગના નવા પોલીસ સ્ટેશનના ઉદ્ધાટન પૂર્વે ઓટો શો-રૂમમાં જુગાર રમતા બેંક મેનેજર સહિત 7 નબીરાઓ ઝડપાયા બાદ 18 દિવસમાં જ પોલીસે વધુ એક મોટો જુગાર ઝડપી પાડયો છે. નવા રેંજ આઇજી હરિકૃષ્ણ પટેલે ચાર્જ લેતાં જ એકશનમાં આવેલી પોલીસે જીનબજાર એસબીઆઇ એટીએમના ફળિયામાં આવેલા મકાનના બીજા માળે ધમધમતા જુગારધામ પર દરોડો પાડી 11 ખાનદાની નબીરાને જુગાર રમતા ઝડપી પાડ્યા હતાં. પોલીસે જુગારીઓ પાસેથી રોકડા રૂા. 46 હજાર, 14 મોબાઇલ, કાર અને 5 બાઇક સહિત કુલ રૂા. 5.06 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

નેત્રંગ જીનબજાર જૂના એસબીઆઇ એટીએમના ફળિયામાં રહેતો કલ્પેશ ઠાકોરભાઇ પટેલ પોતાના ઘરના બીજા માળે જુગાર રમાડતો હોવાની બાતમી સ્થાનિક પોલીસને મળતાં પીએસઆઇ એન.જી. પાંચાણી સહિતની ટીમે ગુરુવારે દરોડો પાડ્યો હતો.જેમાં મકાનમાંથી જુગારધામનો સંચાલક તેમજ જુગાર રમતાં નેત્રંગના ખાનદાની નબીરાઓ સહિત 11 ખેલીઓ ઝડપાઇ ગયા હતાં. પોલીસે જુગારીઓની અંગજડતી કરતાં રોકડા રૂા. 29320 મળી આવ્યા હતા. ઉપરાંત દાવ પરના રૂા. 17 હજાર મળી કુલ રૂા. 46320, 14 મોબાઇલ, કાર અને 5 બાઇક મળી રૂા.. 5.06 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કલ્પેશ પટેલ કેટલા સમયથી જુગારધામ ચલાવતો હતો તેની પૂછતાછ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઝડપાયેલા જુગારીઓ
નેત્રંગમાં મકાનના બીજા માળે જુગાર રમતાં કલ્પેશ ઠાકોર પટેલ, રહે. જીન બજાર, વિનોદ દિલીપ પટેલ, રહે. જીન બજાર, નિલેશ મુકેશ પટેલ , રહે. જીન બજાર, આશિષ ભરત પટેલ, રહે. નેત્રંગ ચાર રસ્તા, અક્ષિત રિતેષ પંચાલ, રહે. ગાંધીબજાર, મનોજ દામોદર દાસ, રહે.યોગીપાર્ક, કરણસિંહ ભૂપતસિંહ ગોહિલ, રહે. જીનબજાર, નીખીલ કાંતિલાલ પટેલ, રહે. ગાંધીબજાર, કેતન સોમા પટેલ , રહે. યોગીપાર્ક, કૌશિક સુંદર રજવાડી, રહે. ધરતીનગર તથા વિશાલ રાજેન્દ્ર ગોસાઇ, રહે. જીનબજારનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...