તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ઝઘડિયા તાલુકા પોલીસે ત્રણ ગામોમાંથી વિદેશી દારૂ પકડયો, પોલીસે પાંચ બુટલેગરો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

ઝઘડિયા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઝઘડિયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે, મુલદ, અધેડ અને મોરવણ ગામે વિદેશી દારૂનું વેચાણ થાય છે. પોલીસે મુલદ ગામે રહેતા સુનિલ વસાવા તથા લક્ષ્મણ વસવાનાં ઘેર છાપો માર્યો હતો. જેમાં તેના મકાનના પાછળના ખાડામાં તપાસ કરતાં અલગ અલગ બ્રાન્ડની કુલ 67 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે સુનિલ વસાવા, લક્ષ્મણ ઉર્ફે બાબર મહેન્દ્ર વસાવા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

પોલીસે અધેડ ગામે રહેતા વિક્રમ વસાવાના ઘેર છાપો મારતા વિક્રમ મળી આવ્યો હતો. તેના ઘરના પાછળના ભાગે કુલ 210 નંગ બોટલ 26100ની કિંમતનો દારૂ મળી આવ્યો હતો. ઝડપાયેલા વિક્રમ વાસવાની પૂછપરછ કરતા તેણે આ વિદેશી દારૂ નવાગામ કરારવેલના સતિષ વસાવા પાસેથી લાવ્યો હોવાનું કબુલ્યું હતું. ઝઘડિયા પોલીસે વિક્રમ સાપરાધ વસાવા, સતિષ ચંદુ વસાવા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ત્રીજા બનાવમાં પોલીસે અંકલેશ્વર તાલુકાના માંડવા ગામનો કૌશિક પાટણવાડિયો નામનો ઈસમ તેની બાઈક પર મોરવણ ગામથી ઝઘડિયા તરફ આવતો હતો. પોલીસે વોચ ગોઠવી હતી. બાતમી વાળી બાઈક આવતા તેને રોકી પૂછપરછ અને તાપસ કરતા તેની પાસેથી 36 નંગ વિદેશી દારૂની બોટલ જેની કિંમત 3600 મળી આવી હતી. પોલીસે કૌશિક ઉર્ફે કરણ સુરેશ પાટણવાડિયો રહે. મોદી ફળિયું માંડવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો