રાજપારડી પોલીસને બાતમી મળી હતીકે રાજપારડીના સડક ફળિયામાં રહેતો તોફિકમદાર હાજીમદાર દિવાન નામનો ઇસમ તેના ઘરે મોબાઇલ ફોન પર સટ્ટા બેટિંગના હારજીતના આંકડા રમાડે છે. પોલીસે બાતમી મુજબના સ્થળે જઇને તપાસ કરતા ત્યાં ઘરમાં બેસીને એક ઇસમ મોબાઇલ પર અન્ય ઇસમ સાથે સટ્ટા બેટિંગના આંકડા પૈસાથી રમાડતો હોવાનું જણાયું હતું. પોલીસ તપાસ દરમિયાન તે ઇસમનું નામ તોફિકમદાર હાજીમદાર દિવાન હોવાનું જણાયું હતું. આ યુવકના મોબાઇલ ફોનમાં જોતા વોટ્સએપ પર અલગઅલગ નંબર સાથે ચેટીંગ કરેલ હતું.
મોબાઇલમાં જોતા ભટ્ટભાઇના નામથી સેવ કરેલ નંબર જણાયો હતો. આ નંબર સાથે વોટ્સએપ પર ચેટીંગ દ્વારા વિવિધ આંકડા લખેલા હતા. વોટ્સએપમાં અન્ય એક નંબર કિરણના નામથી સેવ કરેલ હતો. અા નંબર પર પણ વિવિધ આંકડા લખેલા હતા. અને આ ચેટીંગના જવાબમાં ઓકે લખેલ હોવાનું જણાયું હતું. તોફિકને આ નંબરો વાળા ઇસમો વિષે પુછતા ભટ્ટભાઇ વડોદરા રહેતો હોવાનું જણાવ્યું હતું. તેમજ કિરણ નામનો પણ વડોદરાનો હોવાનું જણાવ્યું હતું.
ઉપરાંત પોતાના મોબાઇલ ફોનમાં લખેલ આંકડાનું કટિંગ શિનોર તાલુકાના સાધલીના રઇશ નામના ઇસમને મોબાઇલ પર લખાવતો હોવાનું તોફિકે જણાવ્યું હતું. આ બાબતે રાજપારડી પોલીસે તોફિક મદાર દિવાન વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા પકડાયેલા સટોડિયાઓ છુટ્યા બાદ ફરીથી આ પ્રવૃત્તિ ચાલુ કરી દેતા હોવાની વાતો પણ સામે આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.