દોડધામ:રાજપારડી નજીક ટ્રકને બચાવવા જતાં બસ ખાડામાં ખાબકી, અકસ્માત બાદ ટ્રક મૂકીને ડ્રાઈવર નાસી છૂટ્યો

ઝઘડિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
એસટી બસને ખડોલી ગામ નજીક અકસ્માત નડતાં દોડધામ મચી ગઇ હતી. - Divya Bhaskar
એસટી બસને ખડોલી ગામ નજીક અકસ્માત નડતાં દોડધામ મચી ગઇ હતી.
  • કેવડિયાથી નવસારી જતી બસમાં સવાર 53 જેટલા મુસાફરોનો આબાદ બચાવ

ઝઘડીયા અને રાજપારડીની વચ્ચે આવેલાં ખડોલી ગામ પાસે ટ્રક સાથે અકસ્માત થતો રોકવા જતાં એસટી બસ રોડની સાઇડમાં ખાડામાં ઉતરી ગઇ હતી. અકસ્માતમાં બસમાં સવાર મુસાફરોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.ભરૂચ જીલ્લાના ઝઘડિયા રાજપારડી વચ્ચે કેવડિયાથી નવસારી તરફ જતી એસટી બસને અકસ્માત નડતા બસમાં બેઠેલા મુસફરોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે સદભાગ્યે કોઇ જાનહાની નહી થતાં તંત્રએ રાહત અનુભવી હતી.

આ અંગે મળતી વિગતો મુજબ માર્ગ પરથી પસાર થતી ટ્રકના ચાલકે અચાનક ટર્ન લેતા બસ ડ્રાઈવરે સમય સુચકતા વાપરીને બસને ટક્કરથી બચાવવા કોશિશ કરી હતી. આને લઇને બસ રોડની બાજુમાં ઉતરી ગઈ હતી. આ ઘટના રાજપારડી નજીક ખડોલી પાસે બની હતી.બસ અને ટ્રક વચ્ચેના આ અકસ્માતમાં મુસાફરોને સામાન્ય ઇજાઓ થઇ હોવાનુ જાણવા મળ્યુ હતું. તો બીજી તરફ અકસ્માત સર્જાતા બસમાં મુસાફરી કરતા મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. પરંતુ બસના ડ્રાઈવરે સમય સૂચકતા વાપરતા પેસેન્જરોનો આબાદ બચાવ થયો હતો.

ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી, અને બચાવ કામગીરી હાથ ધરી હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક છોડી ફરાર થઈ ગયો હતો.બસના ડ્રાયવરના જણાવ્યાં મુજબ ટ્રક અચાનક વળી જતાં અકસ્માત થાય તેમ હતું પણ બસ ખાડામાં ઉતરી જતાં મુસાફરોનો બચાવ થયો છે. બનાવની જાણ થતાં રાજપારડી પોલીસનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો અને બસને ખાડામાંથી બહાર કાઢવાની કવાયત હાથ ધરી હતી. અકસ્માત બાદ ટ્રકનો ડ્રાયવર સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો.

વીજથાંભલા સાથે બસ ટકરાઇ, જાનહાનિ ટળી
ગુજરાત રાજય માર્ગ પરિવહન નિગમની એસટી બસ કેવડીયાથી રાજપારડી તરફ જઇ રહી હતી. ટ્રકને બચાવવા જતાં એસટી બસ રોડની સાઇડના ખાડામાં ઉતરી પડી હતી અને બસ વીજ થાંભલા સાથે ટકરાય હતી. સદનસીબે વીજવાયરો ન તુટતાં મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. જો વીજવાયરો તુટી પડયાં હોત તો મોટી હોનારત થાય તેમ હતું.

અન્ય સમાચારો પણ છે...