તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:અતિવૃષ્ટિના નુકસાનના સર્વેની રાહ જોવી કે શિયાળુ પાકની તૈયારી કરવી

ઝઘડિયા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ જિલ્લાના ખેડૂતોની મુશ્કેલી વધીઃ વળતરની રકમ વહેલી તકે મળે તેવી જિલ્લા ખેડૂત સમાજની માંગ
  • સોમવાર સુધીમાં સર્વે કર્યાનો રિપોર્ટ તૈયાર થઇ જશેઃ જિલ્લા ખેતી અધિકારી

ભરૂચ જિલ્લામાં અતિવૃષ્ટિ અને પુરને કારણે ખેડૂતોની હાલત કફોળી બની છે. મોટાભાગે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં કે ઓક્ટોબરની શરૂઆતમાં શિયાળુ પાકની તૈયારી શરૂ થઇ જાય છે. જોકે કેટલાક વિસ્તારોમાં હજીય અતિવૃષ્ટિના સહાયનો સર્વે કાર્ય પૂરો થયો નથી. જેથી ખેડૂતો નિષ્ફળ ખેતીઓ લઇને બેસી રહેવું પડ્યુ છે. જો શિયાળુ પાકની તૈયારી શરૂ કરી દે તો સર્વે દરમિયાન ખેતરમાં નિષ્ફળ પાક ન દેખાય તો વળતરમાં સમસ્યા પડે તેમ છે. ખેડૂતો અતિવૃષ્ટિથી થયેલા નુકશાન વાળા પાકને ખેતરમાં મુકી રાખે કે શિયાળુ પાકની તૈયારી કરે તે અવઢવમાં મુકાયા છે.

ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે, સર્વે માટે આવતા પહેલા તેમને કોઇ જાણ કરતુ નથી. ચોમાસુ પાક નિષ્ફળ જવાથી આર્થિક સંકટ તો છે ઉપરાંત વળતરમાંથી પણ વંચિત રહી જવાને કારણે મુશ્કેલી વધશે. આમોદના તણછા ગામાના ખેડૂત અશ્વિન પટેલે જણાવ્યુ હતુ કે, સર્વે માટે ઘણી રાહ જોઇ છે. સર્વે માટે કોઇ ન આવે તો ન છુટકે શિયાળુ પાકની તૈયારી માટે નિષ્ફળ પાકને ખેતરમાંથી હટાવવો પડશે જોકે નુકશાનનો ફોટો પાડ્યો છે. પણ અધિકારીઓ તેને માન્ય ગણશે કે કેમ તે એક સવાલ છે.

જિલ્લા ખેતીવાડી અધિકારી જે.જે ભટ્ટે જણાવ્યુ કે, જ્યારે ગ્રામસેવક કે અન્ય કર્મચારી ગામમાં સર્વે કરવા જાય ત્યારે ખેડૂત હાજર ન હોય તો તેમની સર્વેની કામગીરી બાકી હોય શકે. હાલ સર્વેની કામગીરી ચાલુ જ છે. ભરૂચનો સર્વેનો રિપોર્ટ આવતા ચારેક દિવસમાં તૈયાર થઇ જશે.

પારદર્શિ સર્વે કરો, 1 ઓક્ટોબર સુધીમાં ખેડૂતોને વળતરની રકમનું ચુકવણુ કરો
સર્વેની કામગીરીમાં ઘણા હકદાર ખેડૂતો બાકી રહી ગયા છે. જેમને તેમનો લાભ મળે અને નુકસાનથી આર્થિક સંકટમાં મુકાયેલા ખેડૂતોને વળતરની રકમ 1 ઓક્ટોબર સુધીમાં ચુકવાય તેવી સરકાર વ્યવસ્થા કરે. જેથી શિયાળુ પાકની વાવણી કરી શકે ઉપરાંત અતિવૃષ્ટિમાં વળતરના નાણાનો પણ વધારો કરી એકર દીઠ 10 હજાર અપાય તેવી માંગણી કરી છે. > મહેન્દ્રસિંહ કરમરિયા - ભરૂચ જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...