તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:5મી અનુસૂચિના બોર્ડ મૂદ્દે વંઠેવાડના સરપંચનો DDOની નોટીસનો જવાબ

ઝઘડિયાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ ટીડીઓએ પણ નોટીસ પાઠવી હતી

ભરૂચ જીલ્લા પંચાયત, ઝઘડીયા તાલુકા પંચાયત અને વંઠેવાડ ગ્રામ પંચાયતના સરપંચનો ભારતીય સંવિધાનની અનુસૂચિ 5 હેઠળની જનજાગૃતિ અર્થે લગાવવામાં આવેલ પંચાયતની હદમાં બોર્ડમાં લખાણ બાબતનો કાનૂની ઝઘડો દિવસે દિવસે વધુ પેચીદો બનતો જાય છે. અગાઉ તાલુકા વિકાસ અધિકારી ઝઘડિયા દ્વારા અને ત્યારબાદ ગત તા 29 જુલાઈના રોજ જિલ્લા વિકાસ અધિકારીએ વંઠેવાડ ગ્રામ પંચાયતના સરપંચ પાર્થ વસાવાને કારણ દર્શક નોટિસ આપી હતી.

સરપંચ પાર્થ વસાવાએ ડીડીઓની નોટિસનો વળતો જવાબ આપતા જણાવ્યું છે કે, ગ્રામસભાને પંચાયત સુધારા અધિનિયમ 1993 થી તથા પૈસા કાયદાની જોગવાઈઓને લાગુ પાડવા માટે ગ્રામસભાને વિશેષ સત્તાઓ અને લોકોને માહિતીની જાણકારી મળે તે ઉદ્દેશથી બોર્ડ લગાડેલ છે. બંધારણમાં ઉલ્લેખ થયેલી જોગવાઇઓની જાણકારી આપવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...