નુકસાન:ઝઘડિયાના રૂંઢ ગામે નિર્માણાધીન મંદિરને પોચી જમીનથી નુકસાન

ઝઘડિયા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નદીથી 30 ફૂટ દૂર આવેલા મંદિરનો કેટલોક ભાગ ધરાશાયી

ઝઘડિયા તાલુકાના રૂંઢ અને કૃષ્ણપરી ગામ વચ્ચે નર્મદા તટે આવેલ ઉદાસીન કાષ્ણિ નર્મદા કુટીરનું નવું બનતું મંદિર જમીનમાં બેસી જતાં દોડધામ મચી ગઇ છે. નદીથી 30 ફુટ દુર આવેલાં મંદિરનો કેટલોક ભાગ જમીનમાં બેસી ગયો છે.ઝઘડિયા તાલુકાના કૃષ્ણપરી અને રૂઢ ગામ વચ્ચે નર્મદા કિનારે બે વર્ષથી કાષ્ણિશ્વર મહાદેવનું મંદિર, રાધાકૃષ્ણનું મંદિર, નર્મદા માતા મંદિરનું બાંધકામ ચાલુ છે. મંદિર ના મહંત કાષ્ણિ વાસુદેવાનંદજી દ્વારા નવા મંદિરના બાંધકામ દરમિયાન આશરે 28 લાખ જેટલા રૂપિયાનો ખર્ચ અત્યાર સુધીમાં કરવામાં આવ્યો છે.

આ કુટિયા ખાતે અસંખ્ય નર્મદા પરિક્રમા વાસીઓ રોજિંદા આવી વિશ્રામ કરે છે અને રાત્રી નિવાસ કરે છે. ગતરોજ બપોરના સમયે મંદિરના નીચેના ભાગમાં નર્મદા કિનારા તરફ કાંઈક મોટો ધડાકો થયા બાદ મંદિર બે થી ત્રણ ફૂટ જેટલું તેની જ જગ્યાએ જમીનમાં બેસી ગયું હતું. મંદિર બેસી જવાના કારણે મંદિરની છત તેની દીવાલોમાં તિરાડ તેના કોલમ બીમ ત્રાંસા થઈ ગયા હતા અને મોટું નુકસાન મંદિરને પહોંચ્યું હતું.

આ ઘટના બાદ મંદિરમાં સેવા આપતા લોકો દ્વારા મંદિરનો સામાન બહાર કાઢી સુરક્ષિત જગ્યાએ મૂકવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકાના ભાલોદ થી લઇ મુલદ સુધીના નર્મદા કિનારે ઝઘડિયા તાલુકા તરફ નર્મદા કિનારા પર આવેલા નાના-મોટા આશ્રમો અને મંદિરો પણ ધોવાણના કારણે નર્મદા નદીમાં ગરકાવ થઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...