તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દારૂની રેલમછેલ અટકાવવા તથા જુગારની ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા ઝઘડિયા પોલીસ નાઇટ પેટ્રોલિંગ કરી રહી છે. ગતરોજ ઝઘડિયા પોલીસને બાતમી મળી હતી કે તાલુકાના મુલદ ગામની સીમમા આવેલ બુધાભાઈ ગુમાંનભાઈ વસાવાના જુવારના ખેતરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો કોઈ ઈસમે મંગાવી સંગ્રહ કરી રાખેલ છે. ઝઘડિયા પોલીસે બાતમીના આધારે તાલુકાના મુલદ ગામે જઇ બાતમી વાળા ખેતરમાં શોધખોળ કરી હતી. શોધખોળ દરમિયાન ખેતરના મધ્ય ભાગમાંથી જુવારના છોડ ઉખાડી સાફ કરેલી જગ્યામાં ખાખી કલરના પુંઠાના બોક્સ ભારતીય બનાવટનો દારુ હતો.
રાત્રિનો સમય હોય મુદ્દામાલ સ્થળ ઉપર ગણી શકાય તેમ નહીં હોવાના કારણે પોલીસ જાપ્તા સાથે તેને ઝઘડિયા પોલીસ સ્ટેશન લાવી રહ્યા હતા તે દરમિયાન મુલદ ગોવાલી ગામના રસ્તામાં નયન ઉર્ફે નવીન ડોન માછી પટેલ રહે. ઉચેડીયા નાઓ એક સફેદ કલરની ફોરવિલ ગાડી લઇ આંટાફેરા કરતો હતો. ઝઘડિયા પોલીસે મુલદ ગામથી ઝડપાયેલ વિદેશી દારૂનો જથ્થો લાવીને ગણતરી કરતા અલગ અલગ ૨૫૨ બોકસમાં અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કુલ ૩૦૨૪ નંગ બોટલો હતી. ઝડપાયેલ વિદેશી દારૂની કિંમત ૧૫,૧૨,૦૦૦ જેટલી થઇ હતી. ઝઘડિયા પોલીસે નયન ઉર્ફે નવીન ડોન માછી પટેલ રહે. ઉચેડીયા તા. ઝઘડિયા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.