ગ્રામ પંચાયતની ચૂંટણી:દુ.વાઘપુરા ગ્રામ પંચાયતના ચૂંટણી જંગમાં બે સગી બહેનો સામસામે

ઝઘડિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક જ વોર્ડમાં સભ્યપદ માટે પરિવારમાં ભાગલા

ગ્રામ પંચાયતોની ચૂંટણીને જુજ દિવસો બાકી રહ્યા છે ત્યારે કોણ જીતશે અને કોણ હારશે તેની અટકળો સાથે મતદારોમાં ચર્ચાઓ જામી રહી છે. ઉમેદવારો પણ ધીમેધીમે તેમનો ચુંટણી પ્રચાર વેગીલો બનાવી રહ્યા છે. ચુંટણીમાં ઘણા સ્થળોએ ઘણીવાર એકજ પરિવારના સભ્યો પણ સામસામે ચુંટણીનો જંગ લડતા હોવાની વાતો પણ જાણવા મળે છે. કોઈ જગ્યાએ કાકા ભત્રીજા તો કોઈ જગ્યાએ સાસુ વહુ ચુંટણી જંગમાં સામસામે ટકરાતા હોય છે. આવોજ એક કિસ્સો ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના દુ. વાઘપુરા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હાલ જોવા મળ્યો.

દુ.વાઘપુરા ગામે ગ્રામ પંચાયતની ચુંટણીમાં બે સગી બહેનોએ સામસામે ઉમેદવારી નોંધાવતા ગામમાં કુતૂહલ સર્જાયું છે. દુ.વાઘપુરા ગ્રામ પંચાયતના એક વોર્ડમાં બે સગી બહેનો સામસામે ચુંટણી મેદાનમાં આવી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ચૂંટણીમાં મતદારો બે પૈકી કઈ બહેનને જીત અપાવે છે. પરિણામ ગમેતે આવે પરંતુ બે સગી બહેનો ચૂંટણી જંગમાં સામસામે ટકરાતા હાલતો સમગ્ર ગામના નાગરીકોની નજર આ વોર્ડ પર કેન્દ્રિત થઇ છે.

અન્ય સમાચારો પણ છે...