દુર્ઘટના:ઝઘડિયા GIDCમાં લોખંડનું સ્ટ્રક્ચર લઈ જતી વેળાં માર્ગ પર પડતાં ટ્રાફિક

ઝઘડિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રેલરમાં બાંધેલી સ્ટ્રક્ચરની સાંકળ તૂટી જતાં સ્ટ્રક્ચર રોડ પર પડ્યા
  • કંપનીના​​​​​​​ કર્મચારીઓની શિફટના અને માલવાહક વાહનો અટવાયા

ઝઘડિયા જીઆઈડીસીમાં જતા મોટા તથા ઊંચા વાહનો માટે જીઆઇડીસી પહોંચવા વાયા ઝઘડિયા, સેલોદ થઈ અને એકમાત્ર રોડ ચાલુ છે. જેથી અહીં વાહનોનું ભારણ મોટા પ્રમાણમાં રહે છે. આજરોજ એક વડોદરા આરટીઓ પાર્સિંગનુ મોટુ ટ્રેલર ઝઘડીયા જીઆઇડીસીમાં કોઈ કંપનીમાં મોટા લોખંડના સ્ટ્રક્ચર ભરી વાયા ઝઘડીયા થઈ જીઆઇડીસી જતું હતું.

ફૂલવાડી પાટિયા અને સેલોદ ગામ વચ્ચે અચાનક ટ્રેલરમાં બાંધેલ સ્ટ્રક્ચરની સાંકળ તૂટી જતા સ્ટ્રકચરના બે પડખા રોડ પર પડ્યા હતા. ઝઘડીયાથી જીઆઇડીસીને જોડતા એકમાર્ગીય રોડ આખો રોકીને ચાલતા સ્ટ્રક્ચર ભરેલા ટ્રેલરની સાકળ તૂટતા અને સ્ટ્રકચર નીચે પડી જતા વાહનોની લાંબી કતારો ઝઘડીયાથી જીઆઈડીસી રોડ પર વાહનોની લાઇનો લાગી હતી.

સવારે ફર્સ્ટ શિફટમાં જતા કંપની કર્મચારીઓના વાહનો તથા માલવાહક વાહનો, ઝઘડીયાથી વાલિયા જતા એસ.ટી.ના વાહનો તથા ખાનગી પેસેન્જર વાહનોના કારણે એક કિલોમીટરથી વધુ લાંબી લાઈનો જામી હતી.

અન્ય સમાચારો પણ છે...