કોરોના ઇફેક્ટ:ઝઘડિયા તાલુકામાં નવા 4 કોરોના પોઝિટિવ કેસ સાથે કુલ આંક 67

ઝઘડિયાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સુલતાનપુરાની નવી નગરી વિસ્તારના બફર ઝોનમાં 17 પરિવારોના 80 લોકોનો સર્વે

ઝઘડિયા તાલુકામાં વધુ 4 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. આમ નવા પોઝિટિવ કેસ સાથે તાલુકાનો કુલ આંક 67 પર પહોંચી ગયો છે.ઝઘડિયાના સુલતાનપુરાની નવી નગરી વિસ્તારના કન્ટેઇન્મેન્ટ ઝોન અને બફર ઝોનના 17 પરિવારોના 80 લોકોનો સર્વે કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું છે.

ઝઘડિયા તાલુકામાં શુક્રવારે વધુ ચાર નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ઝઘડિયાના ગોવાલી પીએચસી‌ની ગુજરાત બોરોસીલ‌ કોલોનીમાં રેહતા યુવાન અને ઉચેડીયા ગામે રેહતા પ્રૌઢ તથા સુલતાનપુરાની નવી નગરીના યુવાન તથા ભાલોદ તરસાલીના સંજરી મહોલ્લામાં ૩૩ વર્ષીયને કોરોના પોઝિટિવ આવ્યો છે. નવા કેસ સાથે ઝઘડિયા તાલુકામાં કોરોના પોઝિટિવનો આંક 67 પર પહોંચ્યો છે.

ઝઘડિયા પીએસસી દ્વારા ઝઘડિયા સુલતાનપુરાની નવી નગરી વિસ્તારના કન્ટેઇન્મેન્ટ ઝોન અને બફર ઝોનમાં સર્વેની કામગીરી કરવામાં આવી છે. ગોવાલી, ઝઘડિયા તથા ભાલોદ પીએસસી દ્વારા તે વિસ્તારના પરીવારના સર્વે કરી તમામને જરૂરી માર્ગદર્શન તથા સૂચનો આપ્યા છે. સુલતાનપુરાની નવી નગરીના 17 પરિવારોના 80 સભ્યોનો સર્વે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...