ઉમદા નિર્ણય:બ્રેઇન ડેડ સિકયુરિટી ગાર્ડના અંગોથી ત્રણ વ્યક્તિઓને નવજીવન મળશે

ઝઘડિયા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝઘડિયા જીઆઇડીસીમાં અકસ્માતમાં ચંદ્રકાંત તડવી ગંભીર રીતે ઘાયલ થયાં હતાં

ઝઘડીયાની કંપનીમાં સિકયુરીટી ગાર્ડના અંગોથી ત્રણ વ્યકતિઓને નવજીવન મળશે. સિકયુરીટી ગાર્ડ બે દિવસ અગાઉ તેમના ઘરે પરત જઇ રહયાં હતાં તે વેળા તેઓ અન્ય બાઇકની ટકકરે ગંભીર રીતે ઘવાયાં હતાં. તબીબોએ તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા બાદ પરિવારે તેમના અંગો દાન કરવાનો ઉમદા નિર્ણય લીધો છે.

અંગદાનના કિસ્સાઓ બાદ ઘણા પરિવારોના દર્દીઓને નવુ જીવન મળતુ હોય છે. દર્દીઓના શરીરના બગડેલા અંગોના સ્થાને અન્ય અંગદાતાના અંગ મળતા દર્દીની ખુશીનો પાર રહેતો નથી. આવા જ એક કિસ્સામાં ઝઘડીયાના સિકયુરીટી ગાર્ડના પરિવારે અંગદાનનો નિર્ણય કર્યો છે. ઉમલ્લાના મુળ વતની ૫૧ વર્ષીય ચંદ્રકાંત તડવીને સોમવારના રોજ અકસ્માત નડયો હતો. તેઓ નોકરી ઉપરથી ઘરે પરત જઇ રહયાં હતાં તે સમયે અન્ય બાઇકસવારે તેમને ટકકર મારી હતી. ઇજાગ્રસ્ત ચંદ્રકાંત તડવીને સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

તબીબોએ તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા.તબીબોની ટીમે તેમના પરિવારજનોને અંગદાન વિષે વિસ્તૃતમાં માહિતી આપી સમજાવ્યા હતા. ત્યારબાદ અકસ્માતગ્રસ્ત ચંદ્રકાંતભાઇ તડવીના પત્નીએ અંગદાન માટે સહમતિ આપી હતી. તેમના ફેફસા,કિડની,હ્રદય અને આંખનુ દાન કરાયું હતુ. આ અંગો અમદાવાદ,હૈદરાબાદ,અને ચેન્નાઈ મોકલવામાં આવશે. જયાં આ અંગોને જરૂરીયાતમંદ દર્દીઓ સુધી પહોંચાડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...