તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ઝઘડિયાના તલોદરા અને મુલદ ગામ પાસે વિદેશી દારુ સાથે ત્રણ બુટલેગરો ઝડપાયા

ઝઘડિયા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા એલસીબીની ટીમે 23 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, 12 શખ્સોને વોન્ટેડ જાહેર કરાયા

ઝઘડિયાના મુલદ અને તલોદરા ગામ નજીકથી પોલીસે વિદેશી દારૂ સહિત કુલ23.04 લાખના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોની અટકાયત કરી હતી, જ્યારે 12 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. મળતી વિગતો મુજબ ગતરોજ ઝઘડીયા પીઆઇ પી.એચ.વસાવાને બાતમી મળી હતી કે રાહુલ રુપસિંગ વસાવા મુલદ ચોકડી નજીક વિદેશી દારુનો જથ્થો મંગાવી રાખીને વેચાણ કરે છે.પોલીસે ત્યાં છાપો મારી દારુ સહિત કુલ રૂ.77400ના મુદ્દામાલ સાથે રાહુલ રુપસિંગ વસાવા અને રોહિત વિજય વસાવાને પકડી પાડ્યા હતા.

જ્યારે શૈલેશ ભરત વસાવા, સચીનકુમાર રસીક વસાવા, કિશન રમેશ વસાવા, કિશન કંચન વસાવા, સલમાન નશીરગરાશીયા, રોકી દલસુ વસાવા, ચિંતન વસાવા સહિત 8 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. બીજી ઘટનામાં તલોદરા ગામ નજીક વાલિયા રોડ પર રમેશ ઉર્ફે બકો ભાણા રાઠોડ કન્ટેનરમાં દારુ મંગાવીને કટિંગ કરનાર હોવાની બાતમી મળતા કન્ટેનરના ચાલકને દારુની બોટલો સહિત કુલ 22.26 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. પકડાયેલ આરોપીનું નામ દત્તા લક્ષ્મણ કાંબલે (મહારાષ્ટ્ર) હોવાનું જણાયંુ હતુ.

આ ગુનામાં સંડોવાયેલા નવીન પટેલ, રમેશ ઉર્ફે બકો ભાણા રાઠોડ, અન્ય બે ઇસમો,કન્ટેનરનો માલિક રાજુ જગદીશ ખ્યાલીરામ યાદવ રહે.જલગોન મહારાષ્ટ્રને વોન્ટેડ જાહેર કરીને તેમને ઝડપી લેવા પોલીસે કવાયત હાથ ધરી હતી.ઝઘડીયા તાલુકામાં એક સાથે બે સ્થળોએથી વિદેશી દારુનો મોટો જથ્થો ઝડપાતા તાલુકામાં વિદેશી દારુના ધંધા સાથે સંકળાયેલા બુટલેગરોમાં ફફડાટ ફેલાવયો હતો.

અન્ય સમાચારો પણ છે...