તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:રોયલ્ટી વિના રેતી વહનની માહિતી આપનારને ધમકી

ઝઘડિયા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઝઘડિયાના ગોવાલી ગામે દરોડા પાડ્યા હતા

ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે રહેતા અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલ હરેશ મગન પાટણવાડીયાને ગતરોજ બાતમી મળી હતી કે, ગોવાલી ગામની સીમમાં આવેલી નર્મદા નદીના કિનારે ધનરાજ ગંભીર ઠાકોરની લીઝ પરથી ઓવરલોડ રેતી ભરી રોયલ્ટી વગરની ટ્રકો ગામના તળાવ તરફ આવે છે.

હરેશ પાટણવાડીયાએ આ બાબતે ભરૂચ ખાણ ખનીજ વિભાગમાં, ઝઘડિયા પ્રાંત અધિકારીને તથા ઝઘડીયા મામલતદારને ફરિયાદ કરી હતી. હરેશ પાટણવાડીયાની ફરિયાદના આધારે ભૂસ્તર વિભાગના તથા ઝઘડીયા મામલતદાર સહિત તેઓ સ્થળ ઉપર ઉપસ્થિત રહ્યા હતા અને ઓવરલોડ, રોયલ્ટી વગરની ટ્રકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી, તે દરમિયાન લીઝના માલિકના ભત્રીજા નિતીન તથા કાંતિભાઈ નાઓ એક સંપ થઇ હરેશ પાટણવાડીને કહેતા હતા કે તે કેમ ટ્રકો રોકાવી છે? ગાડીઓ હટી જવા દે પછી તારું કરીએ છીએ તેમ કહી હરેશ સાથે બોલાચાલી કરી ઝઘડો કરી ધમકીઓ આપી હતી.

આ ઈસમો જતા જતાં હરેશને કહેતા હતા કે આ વખતે તને જવા દઈએ છે જો ફરી ગાડી રોકે તો તને જાનથી મારીશું તેવી ધમકી આપી હતી. ત્યારબાદ નિતીન તથા કાંતિભાઈ વિગેરે હરેશના ઘરે જઈ તેની માતા તથા પત્નીને ધમકી આપતા હતા કે તમારે જીવવું હોય તો ઘર છોડી જતા રહેજો. ઘટનાના બીજા દિવસે ગોવાલી ગામના અલ્પેશ નામનો ઇસમ હરેશને શોપિંગ સેન્ટર ઉપર મળ્યો હતો. તેણે પણ હરીશને ધમકી આપી હતી. હરેશ મગન પાટણવાડીયાએ નિતીન ઠાકોર, કાંતિ ઠાકોર, અલ્પેશ વિરૂદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ભુસ્તર વિભાગે કુલ 6 વાહનો જપ્ત કર્યા હતા
ઝઘડિયા પ્રાંત અધિકારી, જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી અને ઝઘડિયાના મામલતદારની ટીમે ગોવાલી ગામેથી 6 વાહનો જપ્ત કર્યા હતા. અરજદારની ફરિયાદના આધારે 1.25 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત થતાં લીઝ સંચાલકના મળતીયાઓએ ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો