તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ઝઘડિયા GIDCની હિન્દુસ્તાન કોપર કંપનીમાંથી 22 લાખના સ્ક્રેપની ચોરી

ઝઘડિયા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંપનીનો પ્લાન્ટ 2010થી બંધ હોય વેરહાઉસમાં સ્ક્રેપ રાખ્યો હતો
  • 7 ટન સ્ક્રેપની ચોરીની કંપનીના મેનેજરે પોલીસમાં ફરિયાદ નોંધાવી

ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલ હિન્દુસ્તાન કોપર લિ.માં કંપનીના વેરહાઉસમાં રાખેલ 57 ટન જેટલા કોપર સ્ક્રેપમાંથી કોઈ અજાણ્યા ચોર ઈસમોએ 22 લાખ રૂપિયાનો 7 ટન જેટલો કોપર સ્ક્રેપ ચોરી કરી લઇ જતાં સંચાલકોએ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

સુરત જિલ્લાના નાના વરાછા ખાતે આવેલ સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશનમાં પવનકુમાર રામચંદ્ર દાસ મેનેજર તરીકે ફરજ બજાવે છે. ગઈ તા 6 માર્ચે વેરહાઉસમાં સિક્યુરિટી કર્મચારી રાજેન્દ્ર પ્રસાદનો ફોન આવ્યો હતો. જેમણે ઝઘડિયા જીઆઇડીસીની હિન્દુસ્તાન કોપર કંપનીમાં આવેલ વેરહાઉસમાં ચોરી થયેલ હોવાનું જણાય છે, જેથી પવન કુમાર દાસે 8 માર્ચે ઝઘડિયાની હિન્દુસ્તાન કોપર કંપનીમાં જઈ વેરહાઉસની તપાસ કરેલ જ્યારે કોપર સ્ક્રેપ ચોરી થયેલું તેમના ધ્યાને આવ્યું હતું.

કોઈ અજાણ્યા ચોર ઈસમ દ્વારા વેરહાઉસનું પતરું ખોલી કોપરની ચોરી કરેલ હોવાનું જણાયું હતું. ત્યારબાદ કેટલુ કોપર ચોરાયુ છે તેનો સર્વે કર્યા બાદ તેમના ધ્યાને આવેલ કે વેર હાઉસમાંથી આશરે 7 ટન જેટલું સ્ક્રેપ ચોરી થયેલ છે જેની અંદાજિત કિંમત 22 લાખ રૂપિયા જેટલી થાય છે. સર્વે કર્યા બાદ મેનેજર અરવિંદકુમાર પાલ શ્રીધર્મદાસ પાલ સાથે પવન કુમાર રામચંદ્ર રામદાસ ઝઘડિયા પોલીસ મથકમાં ચોરી થયા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...