તસ્કરી:ઝઘડિયાની સોસાયટીના ત્રણ બંધ મકાનમાં ચોરી

ઝઘડિયા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બંને મકાનમાંથી કુલ 1.18 લાખનો હાથફેરો​​​​​​​

ઝઘડિયા ટાઉનની મારુતિ રેસિડેન્સીમાં રહેતા ઉમેશ માછી તેમના સાઢુભાઈની છોકરીના લગ્ન હોવાથી ખરીદી કરવા માટે વડોદરા ગયા હતા. સવારે ઝઘડિયા ખાતે તેમના ઘરે આવી જોતા દરવાજાનું લોક તોડી તિજોરી ખોલી અંદરથી સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂપિયાની ચોરી કોઈ અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી ગયેલ છે.

જેમાં સોનાની એક ચેન, ચાંદીની ઝાંઝરી, સોનાની વિટી, ચાંદી ની લકી તથા રોકડા રૂપિયા 5 હજાર મળી કુલ 70 હજારની મત્તાની ચોરી થવા પામી હતી. જ્યારે તે જ સોસાયટીમાં રહેતા પ્રદીપ વસાવાના ઘરેથી સોનાની બે વીટી, સોનાની કડી, ચાંદીના સાંકડા તથા રોકડા રૂપિયા 20 હજાર મળી કુલ 48 હજારની મત્તાની ચોરી થવા પામી છે.

આ ઉપરાંત તસ્કરોએ ત્રીજા મકાનને પણ ટાર્ગેટ બનાવ્યું. ત્રણ મકાનના તાળા તોડી બે મકાનમાંથી કુલ રૂપિયા 93 હજાર ના સોના ચાંદીના દાગીના તથા 25 હજાર રૂપિયા રોકડા મળી 1.18 હજારની મત્તાની ચોરી થઇ હતી. જે બદલ ઉમેશ મૂળજી માછી એ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...