તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ધારીયા વડે મહિલા ઉપર હુમલો કરતા હાથમાં ગંભીર ઇજા પહોંચી

ઝઘડિયા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખરચી ગામે કોર્ટમાં ચાલતા કેસની રીસ રાખી બે પરિવાર બાખડ્યા

ઝઘડિયા તાલુકાના ખરચી ગામે રહેતા કાશીબેન ભીખાભાઈ વસાવા તથા તેમના પુત્ર અને પુત્રવધુ અનાજ કરિયાણાની દુકાન ચલાવી પરિવારનુ ગુજરાન ચલાવે છે. કાશીબેનના ભાઇના પરિવાર સાથે તેમનો જમીન બાબતે અંકલેશ્વરની કોર્ટેમાં કેસ ચાલે છે તેની રીસ રાખી ગતરોજ કાશીબેન તથા તેમની પુત્ર વહુ કૈલાશબેન તેમની દુકાન બંધ કરતા હતા ત્યારે દિનેશ ચંદુભાઈ વસાવાનાઓ તેના ઘરે ઉભો ઉભો માં બેન સમાણી ગાળો બોલતો હતો, દિનેશ તે દરમિયાન જણાવતો હતો કે તું છેલ્લા ૧૫ વર્ષથી અમોને કોર્ટમાં દોડાવે છે તે બંધ કર નહીં તો તને જાનથી મારી નાખીશ તેમ કહી ગાળો બોલતો હતો. દિનેશ એકદમ ઉશ્કેરાઇ જઇ કાશીબેન તથા કૈલાશ પાસે આવી બાથે પડ્યો હતો.

આ દરમિયાન દિનેશનો છોકરો અવિનાશ સળિયો લઈ આવી કૈલાસબેનને ડાબા હાથની કોણી પાસે મારી દીધો હતો અને દિનેશ પણ તેના હાથમાં ધારીયુ લઈને આવેલો અને કાશીબેન હાથની કોણીએ મારી દેતા તે ઈજાગ્રસ્ત થયા હતા. મારામારી દરમિયાન બૂમાબૂમ થતા કાશીબેનનો પુત્ર મહેશ તેનો છોકરો અક્ષય તથા ફળિયાના અન્ય લોકો આવી જતા તેમને વધુ માર માંથી છોડાવ્યા હતા.

ઇજાગ્રસ્ત કાશીબેન ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે લઇ ગયા હતા. મારામારીની ઘટના સંદર્ભે કૈલાસબેન મહેશભાઈ વસાવાએ દિનેશ વસાવા, સંગીતા વસાવા, અવિનાશ વસાવા તમામ રહે. ખરચી વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો