તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ઝઘડિયાના ઉમલ્લા નજીક નાળા પર ટ્રક પલ્ટી મારતા ખાડીમાં પડી

ઝઘડિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રક કેળા ભરવા રાજપીપળા જતી હતી, અકસ્માતમાં ક્લીનર ગંભીર

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા નજીક એક ટ્રક પલ્ટી મારતા ખાડીમાં પડી હોવાની ઘટના બની હતી.રાત્રિ દરમિયાન ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો.વધુમાં મળતી વિગતો મુજબ અંકલેશ્વરના મેવાત ગોલ્ડન ટ્રાન્સપોર્ટમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો રાજસ્થાનના અલ્વર જિલ્લાનો રહીશ સમુનભાઇ જુહરુભાઇ ખાન ગત તા.૨૭ મીના રોજ રાતના સાડા બારના સમયે કેળા ભરવા રાજપિપલા જવા માટે ટ્રક લઇને નીકળ્યો હતો.

દરમિયાન ઉમલ્લાથી આગળ ટ્રક પસાર થતી હતી ત્યારે રાયસીંગપુરા અને બામલ્લા ગામના બસ સ્ટેન્ડ વચ્ચે આવતી ખાડીના પુલ ઉપર આવતા સામેથી એક હાઇવા ડમ્પર આવી જતા ટ્રક ચાલક સમુનભાઇએ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.તેથી ટ્રક પલ્ટી મારી જતા ખાડીમાં પડી ગઇ હતી.આ અકસ્માતમાં ટ્રક ચાલકની સાથે રહેલા ક્લિનર રાહિલભાઇ ઇસ્માઇલ ખાન રહે.નાવલી જિ.મેવાત હરિયાણાનાને શરીરના વિવિધ ભાગોએ ગંભીર ઇજાઓ થવા ઉપરાંત હાથના કાંડા તેમજ કમરમાં ગુટકાના ભાગે ફેક્ચર થયુ હતુ.

ઇજાગ્રસ્તને ઉમલ્લા ખાતે પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવારની જરુર જણાતા રાજપિપલા અને ત્યારબાદ અંકલેશ્વર લઇ જવાયો હતો.ટ્રક ખાડીમાં પડવાની આ ઘટનાને લઇને ઉમલ્લા પોલીસે ટ્રક ચાલક સમુનભાઇ જુહરુભાઇ ખાન વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...