વિવાદ:ઉમલ્લાના સરપંચે ઉપ સરપંચને અપશબ્દો બોલતા ગૂનો નોંધાયો

ઝઘડિયા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉની ફરિયાદની રીષ રાખીને ધમકી આપી

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામના રહીશ અને ઉપસરપંચ મુકેશભાઇ કરશનભાઇ વસાવા દ્વારા ઉમલ્લાના સરપંચ દશરથ વસાવા વિરુધ્ધ ગાળો દઇને હાથપગ ભાંગી નાંખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ કરાતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. મુકેશભાઇ વસાવાએ ઉમલ્લા પોલીસમાં આપેલ ફરિયાદ મુજબ થોડા સમય પહેલા ઉમલ્લા ગામના સરપંચ અને ત્રણ શિક્ષકો સહિત કેટલાક ઇસમો સામે કોર્ટના હુકમથી પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.

ફરિયાદી મુકેશ વસાવાના પુત્ર સાગર વસાવાએ અગાઉ ઉમલ્લા ગ્રામ પંચાયતમાં માહિતી અધિકાર હેઠળ કોઇ બાબતની માહિતી માંગી હતી. કોર્ટના હુકમથી સરપંચ સહિત અન્ય ઇસમો સામે થયેલ પોલીસ ફરિયાદ બાબતે સરપંચ દ્વારા ફરિયાદીનું ખોટુ નામ લેવાતુ હોવાનુ જણાવીને તેમજ માહિતી માંગવાની રીષ રાખીને સરપંચ દ્વારા ગાળો દઇને હાથપગ ભાંગી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. આ અંગે મુકેશ કરશન વસાવા રહે.ઉમલ્લાનાએ ઉમલ્લા પોલીસને આ બાબતની ફરિયાદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...