મતદાન દરેક નાગરિકનો અધિકાર છે અને જિલ્લાની દરેક કિશોરીને 18 વર્ષની ઉમંરે જન્મદિવસની ભેટ તરીકે વોટર આઇડી કાર્ડ આપવામાં આવે તેવો સંકલ્પ વહીવટીતંત્ર તરફથી લેવામાં આવ્યો છે. જિલ્લાની તમામ કિશોરીઓની ગુણાત્મક તાલીમ થકીઆદર્શ કિશોરીબનાવવાની અનોખી સી એસ આર પહેલઅંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઝઘડિયાના હરીપુરા ખાતેની આશ્રમ શાળામાં કિશોરીઓને જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આસીટન્ટ કલેકટર કલ્પેશ શર્માના અધ્યક્ષ સ્થાને યોજાયેલાં કાર્યક્રમમાં કિશોરી ઉત્કર્ષ પહેલના ઉદ્દેશ તથા તેના હેતુ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આ પ્રસંગે નાયબ ચૂંટણી અધિકારી સુપ્રિયા ગાંગુલીએ આગામી સમયમાં 18 વર્ષની ઉમર પૂર્ણ કરનારીવિદ્યાર્થિનીઓન ે સરકાર તરફથી જન્મ દિવસની ભેટ સ્વરૂપે વોટર આઇ ડી કાર્ડ મળે તે માટેના સંકલ્પ લેવડાવવા હતાં. વધુમાં તેમણે આશ્રમ શાળાની કિશોરીઓને લોકશાહીનું જતન કરીને દેશ ચલાવવામાં બહુમૂલ્ય પ્રદાન કરવા પણ પ્રેરિત કર્યા હતા. બાળ સુરક્ષા એકમના વી.વી. ક્રિશ્ચયને બાળ સુરક્ષાને લગતા કાયદાઓની જાણકારી આપી હતી. લોકશાહી શાસન પધ્ધિતમાં મતદાનનું ખૂબ મહત્વ રહેલું છે અને દરેક મત કિમંતી હોય છે ત્યારે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર તરફથી નવી પહેલ કરાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.