તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઝઘડિયા તાલુકાના ટોઠીદરા ગામે નર્મદા નદી કિનારે રેતી માફિયાઓએ ગેરકાયદે બનાવેલા પુલીયા તોડવા શુક્રવારે ભુસ્તર વિભાગની ટીમ પહોંચી હતી. જ્યાં માત્ર એક પાળો તોડી કામગીરી કર્યાનો સંતોષ માન્યો હતો. જોકે, બીજા દિવસે પોલીસ પ્રોટેક્શન સાથે પુલિયા તોડી પાડવામાં આવશે તેવી ખાત્રી આપીને જતા રહ્યા હતા. બીજા દિવસે લોકોની નજર નદી કિનારા તરફ જ હતી પરંતુ સાંજ સુધી કોઈ ટીમ નહીં ફરકતાં તંત્ર જાણે રેતી માફિયાઓ સામે ઘુંટણીયે પડી ગયું હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. રેતિ માફીયાઓ સામે તંત્રએ નમતુ જોખ્યું હોય તેવું લાગી રહ્યું છે.
ઝઘડિયા તાલુકામાં ટોઠીદરા ખાતે અત્યાર સુધી રેતી માફિયાઓએ બેથી વધુ વખત ગેરકાયદેસર રીતે સરકારી જમીનમાં જ્યાંથી નર્મદા વહે છે ત્યાં પુલીયુ બનાવી દેવામાં આવ્યા હતા. તેને જવાબદાર તંત્ર દ્વારા તોડી નાખવામાં આવ્યા છે. તેમ છતાં ફરીથી તંત્ર સાથેની સાંઠગાંઠના કારણે રેતી વહન કરવા પુલિયા બનાવી દેવાઇ છે. ચાલુ સાલે ગેરકાયદેસર રીતે બનાવેલ પુલીયા બાબતે વારંવારની રજુઆતોના પગલે તંત્ર દ્વારા સરકારી જમીન પર ગેરકાયદેસર બનાવેલ પુલીયુ તોડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
ગતરોજ પોતાની મશીનરી લીધા વગર મોડી સાંજે આવેલા વહીવટીતંત્રએ ફક્ત પુલિયાના એક તરફનો થોડો ભાગ તોડી સંતોષ વ્યક્ત કર્યો હતો. આખું પુલીયુ તોડવા ગ્રામજનોના કહેવાથી અધિકારીઓએ જણાવ્યું હતું કે, આવતીકાલે અમો પોલીસ પ્રોટેક્શન સાથે મશીનરી લાવી પુલીયુ નેસ્ત નાબુદ કરી નાખીશું! પરંતુ અધિકારીઓએ ગ્રામજનોને કરેલો વાયદો માત્ર વાયદો જ રહ્યો છે. આજરોજ ટોઠીદરા ગામે તોડવાના બાકી રહેલા પુલીયાની કામગીરી માટે વહીવટી તંત્રનો એક પણ અધિકારી ફરક્યો નથી.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.