તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:ઝઘડિયા સેવા રૂરલના છૂટા કરાયેલા કર્મીના ધરણાં 450મા દિવસે યથાવત

ઝઘડિયા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કસ્તુરબા મેટરનિટી હોમ દ્વારા કર્મીઓને મેનેજમેન્ટે છૂટા કરતા ન્યાય માટે લડત ચાલુ

ઝઘડિયા ખાતે કાર્યરત કસ્તુરબા મેટરનીટી હોમ સેવા રૂરલ ઝઘડિયાના મેનેજમેન્ટ દ્વારા થોડા સમય અગાઉ કર્મચારીઓને ફરજ પરથી છૂટા કરવામાં આવ્યા હતા. છૂટા કરાયેલા કર્મચારીઓએ અચોક્કસ મુદતના ધરણાંનો નિર્ણય કરતા આજે આ કર્મચારીઓના ચોક્કસ મુદત ઘરણાને ૪૫૦ દિવસથી વધુ સમય થયો હોવા છતાં તેનું નિરાકરણ આવ્યું નથી, જેથી તેમણે તેમની પોતાની માંગણી ફરીથી લાગતા વળગતા વહીવટીતંત્ર અને કોર્ટમાં ફરીથી મૂકી છે.

કર્મચારીઓ દ્વારા તેમણે આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા કર્મચારીઓનું શોષણ કરી બેઝિક મૂળ પગાર, મીનીમમ વેજીસ નેવે મૂકી અન્ય આવક ચુકવી પીએફ, પેન્શન, ગ્રેજ્યુટી, મોંઘવારી, બોનસ, ઇગ્રીમેન્ટ, પગાર પંચ, ઓવરટાઈમ તેમજ બીજા ઘણા બધા મળવા પાત્ર લાભોનુ સરેઆમ શોષણ કર્યું છે.

અચોક્કસ મુદતના ધરણાને 450 દિવસ થી વધુ દિવસ થયા છતાં જવાબદાર વહીવટીતંત્ર દ્વારા ગુણદોષની ઉપરવટ થઈ ખોટા રિપોર્ટ રજૂ કરી રોજી રોટી થી વંચિત રાખ્યા છે અને મનસ્વી પણે સત્તાનો દુરઉપયોગ કરી લાગતા-વળગતા સત્તાધીસ અધિકારીઓએ તેમની તરફેણમાં કરી ગેરમાર્ગે દોરી કર્મચારીઓનું અહિત કર્યું છે.

છૂટા કરાયેલા કર્મચારીઓ દ્વારા શ્રમ આયોગ, ડીએચઓ ભરૂચ વિગેરેને લેખિતમાં રજૂઆત કરી છે તેના પડઘા રૂપે નાયબ કલેક્ટર ઝઘડિયા દ્વારા નાયબ પોલીસ અધિક્ષકને આ રજૂઆત સંદર્ભે પત્ર લખી જણાવ્યું છે કે અરજદાર સુમિત્રાબેન મનુભાઇ સોલંકી તથા અન્ય 6 દ્વારા એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવા બાબતે કલેકટર ભરૂચને આવેદનપત્ર આપેલ છે જેને ધ્યાને લઇ કાર્યવાહી કરવા પત્ર લખ્યો છે.

અન્ય સમાચારો પણ છે...