તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હત્યા:પત્ની સાથે સંબંધના વ્હેમે પતિએ હત્યા કરી યુવકની લાશને ઝાડ પર લટકાવી

ઝઘડિયા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝઘડિયાના દુ: માલપોર ગામે બનેલી ઘટના
  • મૃતકના પીએમ રિપોર્ટમાં હત્યાનો ખુલાસો થયો

ઝઘડિયા તાલુકાના દુ:માલપોર ગામે રહેતાં સુનિલ સુકા વસાવાને તેની પત્ની સાથે ગામના જ કિરણ ખાતરીયા વસાવા અનૈતિક સંબંધ રાખતો હોવાની શંકા ગઇ હતી. જેના પગલે ગત 6 નવેમ્બરે ફળિયામાં એક મરણપ્રસંગ નિમિત્તે યોજાયેલાં ભજનમાં સુનિલે કિરણને માર માર્યો હતો. જે બાદ તેમને છુટા પાડતાં બન્ને પોતપોતાના ઘરે ગયાં હતાં. જે બાદ સુનિલ કિરણના ઘરે પહોંચ્યો હતો અને તેણે કિરણને માર મારતાં તે ત્યાંથી ભાગી ગયો હતો.

જોકે સુનિલ પણ તેની પાછળ દોડ્યો હતો. ઘટનાના બે દિવસ બાદ યુવાનનો મૃતદેહ ગામની સીમમાં વૃક્ષ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતાં પોલીસે પ્રાથમિક તબક્કે આપઘાતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. દરમિયાનમાં પીએમ રિપોર્ટમાં મૃતકની પહેલાં હત્યા કરી મૃતદેહ લટકાવી દેવાયો હોવાનું ફલીત થતાં પોલીસે મૃતકની માતા પુષ્પા વસાવાની ફરિયાદના આધારે સુનિલ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો