રોષની લાગણી:ઝઘડિયાની કોન એગ્રો કંપનીના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા

ઝઘડિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓછું વેતન તથા કેન્ટીનમાંથી જમવાનું નહિ અપાતાં રોષની લાગણી

ઝઘડિયા જીઆઇડીસીની કોન એગ્રો કંપનીના કર્મચારીઓ આજરોજ તેમની પડતર ની માંગણીઓને લઈને કંપની બહાર હડતાલ પર ઉતર્યા છે. કંપનીના ૮૦ થી વધુ કર્મચારીઓ આજે વહેલી સવારે છ વાગ્યાથી જ તેમની માંગણીને લઇને અચોક્કસ મુદત ની હડતાલનું એલાન કર્યું છે.

આ બાબતે કંપની કામદારો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે કોન એગ્રો કંપની દ્વારા પગાર ઓછો આપવામાં આવે છે, કંપનીમાં કામ કરતા કામદારોને કેન્ટીનમાં જમવાની સુવિધા આપવામાં આવતી નથી, ઉપરાંત કામદારોના હક્કોને લઈ સુવિધાઓની માંગણી કરતા કંપનીના સ્ટાફ દ્વારા કર્મચારીઓને ધમકાવવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. કોન એગ્રો કંપનીના કર્મચારી સંગઠન દ્વારા આ બાબતે ભારતીય મજદૂર સંઘ નો સંપર્ક કરવામાં આવ્યો હતો. ભારતીય મજદૂર સંધ દ્વારા કંપની અને કામદારોની વચ્ચે રહી કંપનીના મેનેજમેન્ટ સાથે વાતચીત કરી હતી

પરંતુ ભારતીય મજદૂર સંધને પણ કંપની દ્વારા કોઈ સંતોષકારક જવાબમાં આપવામાં આવ્યો નથી તેમ કામદારોએ જણાવ્યું હતું, જેથી કંપની કામદારો દ્વારા હડતાલને યથાવત રાખવામાં આવી છે. ૮૦ થી વધુ કર્મચારીઓ હડતાળ પર જતા કંપનીનું ઘણું કામ ખોરંભે પડ્યું છે. હડતાળ પર ઉતરેલા કર્મચારીઓએ આ બાબતે વહીવટીતંત્રનું પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું પણ કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

અન્ય સમાચારો પણ છે...