સફળ સારવાર:મહિલાના પેટમાંથી સેવા રૂરલના તબીબે 8 કિલોની ગાંઠ ઓપરેશનથી બહાર કાઢી

ઝઘડિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 14 ઓગસ્ટે મહિલાને પેટમાં દુઃખાવો ઉપડતાં હોસ્પિટલમાં સારવાર માટે આવી હતી

સેવા રૂરલ ઝઘડિયામાં પેટના દુઃખાવાથી પીડાતી એક મહિલા સારવાર માટે દાખલ થઈ હતી. ગત 14 ઓગસ્ટે ગિરનારી માતાજી નામની મહિલાને પેટમાં અસહ્ય દુખાવા તથા ભુખ નહીં લાગવાની ફરિયાદ સાથે દાખલ થયા હતા. મહિલાને સેવા રૂરલ ઝઘડિયા તબીબોએ ચકાસી તેને પેટમાં ગાંઠ હોવાનું અને શરીરમાં લોહી ઓછું હોવાનું જણાવ્યું હતું.

સેવા રૂરલ ખાતે તેને લોહિના બોટલ ચઢાવી જરૂરી દવા આપી રજા આપવામાં આવી હતી અને લોહીનુ પ્રમાણ વધે પછી ઓપરેશન કરવાની જરૂરી સલાહ આપવામાં આવી હતી. 13 સપ્ટેમ્બરે મહિલાનું ઓપરેશન કરી એક મોટી ગાંઠ કાઢવામાં આવી હતી. મહિલાના પેટમાંથી કાઢેલ ગાંઠ આશરે ૮ કિલોગ્રામ જેટલા વજનની હતી. સેવા રૂરલ ઝઘડિયાના તબીબોએ ઓપરેશન કરી તેને બીમારીમાંથી ઉગારી હતી.

અન્ય સમાચારો પણ છે...