તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ઝઘડિયા-રાજપારડી વચ્ચે ધોરીમાર્ગની કામગીરી ખોરંભે પડતાં વિકાસ અટક્યો

ઝઘડિયા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા મહત્વના માર્ગની કામગીરી ક્યારે શરુ થશે તે બાબતે પ્રશ્નાર્થ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરને નર્મદા જિલ્લાના રાજપીપલા સાથે જોડતો સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગોમાં મહત્વનો મનાય છે. આ માર્ગને ચાર માર્ગીય બનાવવાની કામગીરી શરુ કરવામાં આવી ત્યારે બન્ને જિલ્લાની જનતામાં મહત્વની સુવિધા મળવાની ખુશી જણાતી હતી.ચાર માર્ગીય કામગીરી શરુ થયા બાદ બે ત્રણ વર્ષોથી આ કામગીરી બંધ થઇ જતાં કામ ખોરંભે પડ્યુ છે.

ઝઘડીયા તાલુકામાંથી પસાર થતાં આ માર્ગની ચાર માર્ગીય કામગીરી પણ ઠેર ઠેર ખોરંભે પડી છે.ઉલ્લેખનીય છેકે કોઇપણ સ્થળના સર્વાંગી વિકાસને વેગવંતો બનાવવા જેતે સ્થળને અન્ય સ્થળો સાથે જોડતા રસ્તાઓ વ્યવસ્થિત હોવા જરુરી ગણાય છે. ઝઘડીયા તાલુકામાંથી પસાર થતો આ માર્ગ તેની અધુરી કામગીરીને લઇને વાહનચાલકોને યાતના ભોગવી રહ્યો છે.

માર્ગ બિસ્માર બનતા કેટલોક સર્વાંગી વિકાસ ગુંચવાયેલો જણાય છે.આ ધોરીમાર્ગ પર જ્યાં જયાં ચાર માર્ગીય કામગીરી થઇ ગઇ હતી. લાંબા સમયથી માર્ગની ખોરંભે પડેલી કામગીરીને લઇને માર્ગની કામગીરી ક્યારે સંપન્ન થશે એ બાબતે સવાલો ઉઠવા પામ્યા છે.

અન્ય સમાચારો પણ છે...