તપાસ:મોટામાલપોર રોડની સાઇડમાંથી વડોદરાના વૃદ્ધનો મૃતદેહ મળ્યો

ઝઘડિયા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વૃધ્ધનું મોત કયાં કારણોસર થયું તે અંગે પોલીસે તપાસ હાથ ધરી

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના ગંભીરપુરાથી મોટા માલપોર જવાના રસ્તા પર એક વૃધ્ધ ઇસમનો મૃતદેહ મળી આવ્યો હતો. મળતી વિગતો મુજબ આ મૃતદેહ વડોદરાના માંડવી વિસ્તારના ઘડીયાળી પોળમાં રહેતા ૬૧ વર્ષીય વૃધ્ધનો હોવાની જાણ થઇ હતી. મળતી વિગતો અનુસાર વડોદરા ના રહીશ ૬૧ વર્ષીય વૃધ્ધ ભીખાભાઇ અંબાલાલ પટેલનો મૃતદેહ ઝઘડીયા તાલુકાના મોટામાલપોર ગંભીરપુરા તરફ જતા રસ્તાની બાજુમાંથી મળી આવ્યો હતો.

પ્રાથમિક વિગતો મુજબ આ વૃધ્ધનું મોત કયા કારણોસર થયુ હશે તે જાણી શકાયુ નથી. જોકે આ મામલે ઝઘડીયા પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાયદેસર તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે મૃતકના જમાઇ હિરેન પટેલ રહે. કામરોલ તા.વાઘોડિયાનાનો ટેલિફોનીક સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતુ કે મૃતક ભીખાભાઇ અંબાલાલભાઇ પટેલ ઘરેથી કોઇ કામસર જવાનુ કહીને નીકળ્યા હતા અને સવારે અથવા સાંજે ઘરે પરત આવીસ એમ જણાવ્યુ હતુ.

ત્યારબાદ કોઇ તેમની કોઇ ખબર મળી નહતી. મૃતક નર્મદા જીલ્લાના કેવડીયા ખાતે ફરજ બજાવ્યા બાદ હાલમાં નિવૃત જીવન ગુજારતા હતા. સંતાનમાં ત્રણ પુત્રીઓ ધરાવતા આ વૃધ્ધ મિલનસાર સ્વભાવના હતા. પોલીસ તપાસ દરમિયાન તેમના આકસ્મિક મોતનુ રહસ્ય ખુલશે એમ હાલતો જણાઇ રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...