આવેદન:ભાજપની સરકાર લોકો પર પોતાની ધાક જમાવવા હવાતિયાં મારી રહી છે; કોંગ્રેસ

ઝઘડિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આવેદનપત્ર આપી રહેલા આગેવાનો નજરે પડે છે. - Divya Bhaskar
આવેદનપત્ર આપી રહેલા આગેવાનો નજરે પડે છે.
  • ઝઘડિયામાં તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો કરવામાં આવ્યો તેના વિરોધમાં ઝઘડિયા તાલુકા કોંગ્રેસ પક્ષના કાર્યકરોએ મામલતદારને આવેદન આપ્યું હતું. રાજ્યમાં છેલ્લા ત્રણ દાયકાના નિષ્ફળ શાસન, ગેરવહીવટ અને પ્રજાવિરોધી નિર્ણયોના પરિણામ હવે જ્યારે ભીંત પરના લખાણ જેવા સ્પષ્ટ દેખાઇ રહ્યા છે, ત્યારે સત્તાધારી પક્ષના નેતાઓ હવે છેલ્લી ઘડીના પ્રયાસો કરીને પ્રજા ઉપર ધાક ઉપરાંત અન્ય ઘટનામાં સુરત શહેરમાં પણ કોંગ્રેસના ચાર કાર્યકરોને પાસા હેઠળ સુરત બહારની જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા.

​​​​​​​ઝઘડીયા તાલુકા પ્રમુખાં ,રમેશ વસાવા માજી પ્રમુખ, ધર્મેન્દ્રસિંહ છાંસટીયા કાર્યકારી અધ્યક્ષ, જિલ્લા ઉપપ્રમુખ કેયુર પટેલ, ઝઘડિયા તાલુકા મહિલા પ્રમુખ નીરૂબેન વસાવા તથા ફતેસિંગ વસાવા હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...