ધરપકડ:ઝઘડિયામાં સગીર બાળકીનું અપહરણ કરનાર ઝડપાયો

ઝઘડિયા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • માસૂમની જીંદગી પીંખાતા બચતાં પરિવારને હાશકારો

રાજયમાં માસુમ બાળકીઓના અપહરણ અને તેમની સાથે દુષ્કર્મના બનાવો વધી રહયાં છે ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં આવી ઘટના બનતાં સહેજમાં રહી ગઇ હતી. મુળ બહારથી આવીને રોજગાર માટે હાલ ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાં રહેતો એક પરિવાર તાલુકાના એક સ્થળે પડાવ નાંખીને રહે છે. આ પરિવારમાં એક સાત વર્ષીય બાળકી પણ છે.તા.૮ મીના રોજ પરિવારના સભ્યો રાત્રે અગિયારેક વાગ્યાના સમયે ઝુંપડાની સામે ખાટલા નાંખીને સુઇ ગયા હતા. આ લોકો રાતના ત્રણેક વાગ્યે વરસાદનું ઝાપટું આવતા ઉંઘમાંથી ઉઠ્યા ત્યારે બાળકી તેની પથારીમાં હતી નહિ.

તેથી બાળકીના માતાપિતા અને પરિવારના સભ્યો તેને આજુબાજુમાં શોધવા નીકળ્યા હતા. દરમિયાન ત્યારબાદ સાડા ચારેક વાગ્યાના સમયે અંધારામાં એક અજાણ્યો યુવાન આ બાળકીને લઇને ઉભેલો જણાયો હતો. બાળકીના પિતાએ દોડીને તેને પકડી લીધો હતો. યુવાનને પુછતા તેણે તેનું નામ વિશેષ ઉર્ફે છોટુ જીતેન્દ્ર ચૌહાણ અને હાલ માંડવા ગામમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. બાળકીને પુછતા તેણીએ જણાવ્યું હતું કે આ યુવાન તેને ઉંચકીને રોડની બાજુમાં લઇ ગયો હતો અને હાથથી તેને મારતો હતો.

આરોપી યુવાન આ બાળકીને કોઇ ગુનાહિત ઇરાદે ઉપાડી ગયો હોવાની શંકા સાથે છોકરીને ઘસડીને તેમજ મારીને ઇજાઓ પહોંચાડતા બાળકીના પિતાએ તેના વિરુધ્ધ પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...