તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્રની બેદરકારી:ઝઘડિયાના નિવૃત્ત સૈનિકને સરકારી જોગવાઈ અનુસાર જમીન ફાળવવામાં તંત્રના અખાડા

ઝઘડિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેનાના નિવૃત્ત સૈનિકે જમીન મેળવવા માટે ઝઘડિયા મામલતદાર સમક્ષ અરજી કરી હતી
  • તંત્ર દ્વારા પાંચ વર્ષ દરમિયાન બે વખત નિવૃત્ત સૈનિકની અરજી દફતરે કરી દેવામાં આવી

ઝઘડિયા તાલુકાના ઉમધરા ગામે રહેતાં પરસોત્તમદાસ ગલાવારામ દવે ભારતીય સેનામાં ફરજ બજાવી ચૂક્યા છે. પરસોત્તમદાસ હાલમાં સેનાના નિવૃત્ત સૈનિક છે. પરસોત્તમદાસ દવે એ ૨૦૧૬ ના વર્ષમાં પરિવાર સાથે જીવન નિર્વાહ કરવા માટે સરકાર તરફથી ૧૬ એકર જેટલી સરકારી પડતર જમીન આપવાની ખાસ જોગવાઈ કરી હતી, જેથી તેમણે ઝઘડિયા તાલુકાના ટોઠીદરા ગામ ની સર્વે નંબર 117, 174 અને 282 વાળી સરકારી પડતર જમીનની માંગણી કરી હતી. નિવૃત્ત સૈનિકે અરજી કર્યા બાદ જમીન ફાળવવા બાબતે જવાબદાર અધિકારીઓને મૌખિક તેમજ લેખિત રજૂઆત કરી હતી પરંતુ તેને તે જમીન ફાળવણી કરવામાં આવી ન હતી.

જમીન ફાળવવામાં જવાબદાર વહીવટીતંત્ર એ પાંચ વર્ષ જેટલા લાંબા સમય દરમિયાન બે બે વખત સેનાના નિવૃત્ત સૈનિકની અરજી દફતરે કરતા નિવૃત્ત સૈનિકે જિલ્લા કલેકટર ભરૂચને વિશેષ રજૂઆત કરી છે. તેણે તેની રજૂઆતમાં જણાવ્યું છે કે હું ભારતીય સેનામાં ફરજ બજાવી સેવા નિવૃત્ત થયેલ છું.

ભારતીય સેનામાં સેવા નિવૃત થયેલ ગુજરાત સરકાર તરફથી સેવા દરમિયાન અશકત થયેલ હોય અથવા તો સેવા નિવૃત થયેલ હોય તેઓને પેન્શન સિવાય બીજી કોઈ આવક ન હોય તેઓના પરિવાર સાથે જીવન નિર્વાહ કરવા માટે ૧૬ એકર જેટલી સરકારી પડતર જમીન આપવાની ખાસ જોગવાઈ કરેલ છે. અરજદાર માજી સૈનિકએ મહેસુલી કાયદાથી અજાણ હોય તેમની અરજીને વારંવાર યેનકેન પ્રકારે દફતરે કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...