તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:જંગલ જમીનની માપણી કરી બિન અધિકૃત ઉભી કરેલી ખાણો દૂર કરવા CMને રજૂઆત

ઝઘડિયા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જંગલ વિસ્તારની જમીનો ઉપર ગેરકાયદે દબાણ કરનારા બિનઅધિકૃત લોકોને હટાવવા ઝઘડિયાના ધારાસભ્યની માગણી

ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ રાજ્યની જંગલની જમીનો પર કેટલાક બિનઅધિકૃત લોકો દ્વારા ગેરકાયદેે ઉભી કરેલ ખાણો તથા અન્ય દબાણો તાત્કાલિક દૂર કરી કાર્યવાહી કરવા તથા ગુજરાત રેન્જની જંગલની જમીનની માપણી જે વર્ષોથી થઇ નથી તે માપણી કરાવવા આજરોજ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખી રજૂઆત કરી છે.

ધારાસભ્ય છોટુ વસાવાએ પત્રમાં જણાવ્યું છે કે, ગુજરાતની જંગલની જમીનો પર કેટલાક માથાભારે, સાંઠગાંઠ વાળા, ખાણ ઉદ્યોગના માલિકો, ઉદ્યોગપતિઓ, રિસોર્ટના માલિકો દ્વારા ગેરકાયદેસર રીતે જંગલોના વૃક્ષોનું છેદન કરી કવોરી તેમજ રિસોર્ટ ખેતર અને વિલા જંગલની જમીનો પર બનાવેલ છે અને જંગલના કાયદાનો સરેઆમ ઉલ્લંઘન કરેલ છે. માઇનિંગથી પ્રકૃતિ, પર્યાવરણ, વન્ય પ્રાણીઓ, પક્ષીઓ, જળ, જમીન, જંગલ, પ્રાકૃતિક નિવાસમાં વસતા આદિવાસીઓને ભયંકર નુકસાન થાય છે.

અતિક્રમણ અટકે નહીં તો આવનારી પેઢી અને હાલની પેઢી જંગલના વૃક્ષો માંથી મળતા ઓક્સિજન વગર તડપી તડપીને મોતના મુખમાં ધકેલાઈ જશે. વર્ષોથી ગુજરાત રેન્જની જંગલની માપણી થઈ નથી જેની તાત્કાલિક માપણી કરાવી આવા બિન અધિકૃત લોકોને દૂર કરી પર્યાવરણ બચાવવું જોઈએ.

જંગલના કાયદા માત્રને માત્ર જંગલમાં વસતા ગરીબ આદિવાસીઓ માટે જ છે
પર્યાવરણ અને જંગલો સાથે છેડછાડ કરવાથી અપ્રમાણસર વરસાદ, ગરમી, ભૂકંપ, વાવાઝોડા જેવી કુદરતી આફતોથી દેશને કોઈ બચાવી શકશે નહીં. સરકાર પાસે માહિતી હોવા છતાં પણ ખનીજ ચોર સામે પગલાં લેતી નથી. જંગલના કાયદા માત્રને માત્ર જંગલમાં વસતા ગરીબ આદિવાસીઓ માટે જ છે. આવા બિન અધિકૃત કૃત્યથી જંગલમાં વસતા આદિવાસી જ નહીં પરંતુ સમગ્ર દેશ અને રાજ્યના લોકોના અસ્તિત્વ સામે ભયંકર ખતરો છે.> છોટુભાઈ વસાવા, ધારાસભ્ય, ઝઘડિયા

અન્ય સમાચારો પણ છે...