ઝઘડીયા તાલુકાના મુલદ ગામે શેરડી કાપણીનું કામ કરતા એક શ્રમજીવીની બાઇકની ચોરી થવા પામી હતી. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જુનારાજપરા ગામનો વિષ્ણુ પરમાર નામનો ઇસમ વટારીયા સુગર ફેક્ટરીના શેરડી કટિંગનું કામ કરે છે, અને હાલમાં ઝઘડીયા તાલુકાના મુલદ ગામની સીમમાં ખુલ્લી જગ્યામાં અન્ય મજુરો સાથે પડાવ નાંખી રહે છે.
તા.10મીના રોજ કટિંગ કરેલ શેરડી ટ્રકમાં ભરવાની હોઇ અન્ય મજુરો ટ્રકમાં બેસીને શેરડી ભરવા ગયા હતા, જ્યારે વિષ્ણુ તેની બાઇક લઇને શેરડી કટિંગ કરેલ ખેતરે ગયો હતો. ટ્રકમાં શેરડી ભર્યા બાદ અન્ય મજુરોની સાથે વિષ્ણુ પણ પોતાના પડાવ પર આવ્યો હતો. રાતના બે વાગ્યાના અરસામાં બાઇક ઝુંપડાની સામે મુકીને પોતાના કામે ગયો હતો. સવારના આઠેક વાગ્યે તે પાછો ફર્યો ત્યારે મોટરસાયકલ જ્યાં પાર્ક કરી હતી ત્યાં દેખાઇ નહતી. બાઇક શોધવા છતા મળી નહતી. તેથી તેની ચોરી થઇ હોવાની ખાતરી થતા વિષ્ણુએ ઝઘડીયા પોલીસમાં મોટરસાયકલની ચોરી બાબતે ફરિયાદ લખાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.