તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Jhagadia
  • Sand Mining From The Water Again In The Coastal Reserve Zone At Gowali Village In Zaghadiya, The Geology Department Seized Hitachi Machine, Canoe And Engine From The Site.

કાર્યવાહી:ઝઘડિયાના ગોવાલી ગામે કોસ્ટલ રિઝર્વ ઝોનમાં ફરી પાણીમાંથી રેતી ખનન, ભૂસ્તર વિભાગે સ્થળ પરથી હિટાચી મશીન, નાવડી અને એન્જિન સીઝ કર્યા

ઝઘડિયા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોવાલી ગ્રામ પંચાયત દ્વારા ઝઘડિયા મામલતદારને જમીન માલિકના નામ સાથે માહિતી આપી કોસ્ટલ રિઝર્વ ઝોનમાંથી રેતીખનન બાબતે તપાસ કરવા જણાવ્યું હતું
  • ઝઘડિયા ભરૂચ હાઈવે પરથી સાત જેટલા ઓવરલોડ તથા ગેરકાયદેસર રેતી ખનન કરતા વાહનો જપ્ત કરવામાં આવ્યાઃ જોકે રેતી માફિયાઓ સામે કોઈ કાર્યવાહી નહીં

ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે કોસ્ટલ રિઝર્વ ઝોનમાંથી ફરી પાણીમાંથી રેતી ખનન કરતाા હિટાચી મશીન, નાવડી તથા એન્જિન સીઝ કરવામાં આવ્યા હતા. ઝઘડિયા પ્રાંત અધિકારી, ભૂસ્તર વિભાગ, મામલતદાર અને પોલીસની ટીમ દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરી કોસ્ટલ રિઝર્વ ઝોનમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી.

ઝઘડિયા ભરૂચ હાઈવે પરથી સાત જેટલા ઓવરલોડ તથા ગેરકાયદેસર રેતી ખનન કરતા વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા. છેલ્લા કેટલાક માસથી ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામની નર્મદા કિનારાના કોસ્ટલ રિઝર્વ ઝોન માંથી કેટલાક ઇસમો દ્વારા કોઈપણ પ્રકારની લીઝ પરવાનગી ભૂસ્તર વિભાગ માંથી તથા કોસ્ટલ રિઝર્વ ઝોન વિભાગમાંથી મેળવ્યા વગર રેતી ખનન ખૂબ મોટાપાયે કરવામાં આવી રહ્યું છે.

ગોવાલી ગામે જે કોસ્ટલ રિઝર્વ ઝોન માંથી રેતીખનન થઈ રહ્યું છે તેનાથી જિલ્લા વહીવટીતંત્ર પણ અજાણ નથી ! પરંતુ તેમની રહેમ નજર હેઠળ ગેરકાયદેસર રીતે ખનન થઈ રહ્યું છે ! આ બાબતે ગોવાલી ગ્રામ પંચાયત દ્વારા ઝઘડીયા મામલતદારને જરૂરી જમીન માલીકના નામ સાથે માહીતી આપી કોસ્ટલ રિઝર્વ ઝોન માંથી રેતીખનન બાબતે તપાસ કરવા જણાવ્યું હતું.

પરંતુ આજદિન સુધી ગોવાલી ગામે રેતી ખનન કરતા રેતી માફિયા વિરુદ્ધ કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી. આજરોજ ઝઘડિયા નાયબ કલેકટર પ્રણવ વિઠાણી તથા ઝઘડીયા મામલતદાર, જીલ્લા ભૂસ્તર વિભાગની ટીમ અને પોલીસ ખાતાની ટીમ સાથે આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

કોસ્ટલ રિઝર્વ ઝોનમાંથી રેતી ખનન કરાતુ હતું
આ બાબતે ભરૂચ જિલ્લા ભૂસ્તર વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર ઠાકોરભાઈ દ્વારા ગોવાલી ગામે કોસ્ટલ રિઝર્વ ઝોનમાંથી ગોવાલી ગામના દેવાંગ ઈશ્વર પાટણવાડીયા તથા અંકલેશ્વરના રાજુ ભરવાડ નામના ઈસમો ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતા હોવાનું જણાવ્યું હતું.

પાણીમાં નાવડી મૂકી રેતી ખનન કરતા
નાયબ કલેકટર દ્વારા ઝઘડિયા ભરૂચ હાઈવે પરથી સાત જેટલી રોયલ્ટી ચોરી કરી ઓવરલોડ રેતી વહન કરતી સાત ટ્રકો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. નાયબ કલેકટરના ગોવાલી ગામે છાપા મારી દરમિયાન રેતી માફિયાઓમાં ફફડાટ વ્યાપ્યો હતો. જ્યાં નર્મદા નદીના વહેતા પાણીમાં નાવડી મૂકી એન્જિન તથા હીટાચી મશીન દ્વારા રેતી ખનનની પ્રવૃત્તિ નાયબ કલેકટરના ધ્યાને આવતા તેમણે રેતી ખનનમાં વપરાતી નાવડી, એન્જિન, હીટાચી મશીન જપ્ત કરી સીલ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...