કાર્યવાહી:સગીરાનું 4 મહિના પહેલા અપહરણ કરનાર ઝડપાયો

ઝઘડિયા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • લગ્નની લાલચ આપી સગીરાને લઇ ફરાર હતો
  • વિજાપુરના પોમલ ગામેથી એલસીબીએ ઝડપી પાડ્યો

ઝઘડિયા તાલુકાની એક સગીર વયની બાળાનું આજથી ચારેક મહિના પહેલા લગ્નની લાલચ આપી એક ઇસમ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. આ અંગે તે સમયે પોલીસમાં ફરિયાદ પણ લખાવા પામી હતી. ત્યારબાદ અપહ્રુત બાળા અને તેનું અપહરણ કરનાર આરોપી બાબતે કોઇ માહિતી મળી નહતી. આ ઇસમ છેલ્લા ચારેક મહિનાથી આ બાળાને લઇને અલગઅલગ જગ્યાએ નાસતો ફરતો હતો.

દરમિયાન ઉચ્ચ અધિકારીઓ તરફથી મળેલ સુચના અંતર્ગત ભરુચ જિલ્લા એલસીબી પીઆઇ કે.ડી.મંડોરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.એન.ભરવાડ અને ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા આ ગુનાનો ભેદ ઉકેલાયો હતો.

અપહ્રુત બાળાને લઇને સદર ઇસમ મહેસાણા જિલ્લાના વિજાપુર આસપાસમાં રહેતો હોવાની જાણ થતાં એલસીબી ની ટીમે આ ઇસમને અપહ્રુત બાળા સાથે વિજાપુર તાલુકાના પોમલ ગામેથી ઝડપી લીધો હતો. આ ગુના અંતર્ગત આરોપી કિશનભાઇ બાલુભાઇ વસાવા રહે. નાની જાંબોઇ તા.ઝઘડીયાનાને ઝડપી લઇને ઝઘડીયા તાલુકાના સંબંધિત પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી માટે સોંપ્યો હતો. છેલ્લા ચારેક મહિના જેટલા સમયથી આ ઇસમ અપહ્રુત બાળાને લઇને અલગઅલગ સ્થળોએ નાસતો ફરતો હતો. અને હાલમાં વિજાપુર તાલુકાના પોમલ ગામે મજુરી કામ કરતો હતો.

અન્ય સમાચારો પણ છે...