તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:ઉમલ્લાથી વેલુગામનો રસ્તો કિચ્ચડમાં, ઝઘડિયા કોંગ્રેસ સમિતિનું વિરોધ પ્રદર્શન

ઝઘડિયા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • માર્ગની સમયસર મરામત નહીં થાય તોે ગામ લોકોની આંદોલનની ચિમકી

ઝઘડિયાના કાંઠા વિસ્તારમાં નર્મદા કિનારે આવેલી લીઝોને કારણે રાજપારડી, ભાલોદ થી તરસાલી રોડ તથા ઉમલ્લા થી વેલુગામ તથા પાણેથા ઇન્દોર ગામના રોડ અત્યંત બિસ્માર હાલતમાં બની ગયા છે. ઉમલ્લા થી કાંઠા વિસ્તાર ને જોડતો માર્ગ અવાર નવાર કરોડના ખર્ચે મરામત કર્યા બાદ પણ ઓવરલોડ તેમજ પાણી ની નિતરતી રેતી ના કારણે વારંવાર બિસ્માર થઈ જવા પામે છે.

ખરાબ રસ્તાને કારણે એસટી સેવા બંધ થઈ છે. જેથી 18થી 22 ગામના લોકો ભારે હાડમારી છે. 108 એમ્બ્યુલન્સને આ રસ્તા પરથી પસાર થવા નાકે દમ આવે છે તેમ છતાં વહીવટીતંત્ર રેતી વહન કારણે ખરાબ થતા રોડ બાબતે ચૂપકીદી સેવી બેઠું છે. ઝઘડીયા કોંગ્રેસ સમિતિએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે વહીવટી તંત્ર દ્વારા આ રોડ રસ્તાના સમારકામ કરવામાં નહીં આવે તો નાછુટકે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેમ જણાવ્યું હતું .

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો