તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:ઝઘડિયાની 4 સોસાયટીના રહીશોએ મોબાઇલ ટાવર મુદ્દે વિરોધ નોંધાવ્યો

ઝઘડિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોબાઇલ ટાવર કંપનીઓ ગાઈડ લાઈનનુ ઉલ્લંઘન કરતા હોવાનો લોકોએ આક્ષેપ કર્યો

ઝઘડિયા નગરમાં આવેલ શિવનગર સોસાયટી, રેવા રેસીડનસી અને નર્મદા નગર સોસાયટીના રહીશોએ સોસાયટીની આજુબાજુમાં મોબાઈલ કંપનીઓ દ્વારા મોબાઇલ ટાવર નાખવામાં આવી રહ્યા છે, તે બાબતે ઝઘડિયા સુલતાનપુર ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ તથા તલાટીને એક આવેદનપત્ર આપી હાલમાં ઊભા થઈ રહેલ મોબાઇલ ટાવર તાત્કાલિક અસરથી તેની પરવાનગી રદ કરવા જણાવ્યું છે અને તેની નકલ જિલ્લા કલેકટરને રવાના કરી છે.

સોસાયટીના રહીશો દ્વારા આપવામાં આવેલા આવેદનમાં તેમણે જણાવ્યું છે કે આ સોસાયટીઓની આસપાસમાં કંપની દ્વારા મોબાઈલ ટાવર નાખવામાં આવી રહેલ છે તથા ટાવર ઉપર અલગ-અલગ કંપનીઓના એક સાથે વિવિધ ટ્રાન્સમિશન એન્ટેના લગાડવામાં આવે તેમ છે. એક સાથે ત્રણ-ચાર કંપનીઓના વધુ પ્રમાણમાં એન્ટેના લગાડવામાં આવે તો માઇક્રોવેવ તથા ટ્રાન્સમિશન એન્ટેનાના કારણે ઊંચું ઇલેક્ટ્રો મેગ્નેટિક ફિલ્ડ મોબાઇલ ટાવરની આસપાસ ઊભું થાય તેમ છે, જેના કારણે રહીશોના સ્વાસ્થ્યને ગંભીર પ્રકારની અસરો થાય તેમ છે.

ટ્રાન્સમિશન એન્ટીના તથા માઇક્રોવેવના કારણે ઊભા થયેલા ઇલેક્ટ્રો મેગ્નેટિક ફિલ્ડ સ્વાસ્થ્યને ખૂબ જ જોખમકારક છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે તાજેતરમાં ટેલી સર્વિસ પ્રોવાઇડર કંપની દ્વારા ફાઈવ-જી ટેસ્ટિંગ ચાલુ કરવામાં આવ્યું છે ફાઇવ જી નું ટ્રાન્સમિશન વધુ મેગા હર્ટઝ જેટલી ઊંચી આવૃત્તિથી ટ્રાન્સમિશન કરવામાં આવે છે જેના કારણે રહીશોને સતત માથું દુખવું, શરીરમાં ગરમી લાગવી, ચક્કર આવવા સહિતની અસર થાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...