રજૂઆત:આંગણવાડી વર્કરોના પ્રશ્નો અંગે ઝઘડિયા મામલતદારને રજૂઆત

ઝઘડિયા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે વર્ષથી આંગણવાડી વર્કરો પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરી રહી છે

ઝઘડીયા તાલુકાની આંગણવાડી બહેનો દ્વારા તેઓના છેલ્લા બે વર્ષથી પડતર પ્રશ્નો અંગે આજરોજ ઝઘડિયા મામલતદારને આવેદનપત્ર પાઠવી તેમના પ્રશ્નો અંગે સરકાર કક્ષાએ નિર્ણય કરવા જણાવ્યું છે. આંગણવાડી બહેનોએ આપેલા આવેદનપત્રમાં તેમણે જણાવ્યું હતું કે (1) ગુજરાતમાં છેલ્લા બે વર્ષથી આઈસીડીએસ ની ઘરે ઘરે સુખડી તથા ટેક હોમ રેશન પહોંચાડવાની, બાળકોની શૈક્ષણિક કામગીરી ઘરે-ઘરે કરાવી, તૈયાર પેકેટની વહેચણી ઉપરાંત સતત કોરોનાની અતિ જોખમકારક એવી ટેસ્ટિંગ, વિસ્તારોમાં સર્વે, ટીકાકરણ તથા કોરોનાગ્રસ્તની સેવા બજાવે છે, પરિણામે અનેક બહેનો કોરોના સંક્રમિત થયેલ છે જેમાં અવસાન પામેલ બહેનોને કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયા મુજબ 50 લાખ વળતર ચૂકવવું. (2) કોરોના કામગીરી કરનારને, દરેક નોકરિયાતને કોરોના ભથ્થુ રૂપિયા 300 ચૂકવાય છે આંગણવાડી બહેનોને પણ કોરોનાનુ ભથ્થુ ચૂકવવામાં આવે. (3) નિવૃત્તિ વય મર્યાદા અને અન્ય તમામ રાજ્યની જેમ 60 વર્ષ કરવી. (4) જિલ્લા તાલુકા અને વોર્ડમાં એક વખત ફેરબદલીની તક આપવી. (5) મીની આંગણવાડીને ફુલ આંગણવાડી માં ફેરવવી. (6) હેલ્પરને આંગણવાડી વર્કરના માનદવેતનના ૭૫ ટકા આપવા. (8) આંગણવાડી વર્કરોને લઘુત્તમ વેતન આપી કાયમી કરવા તથા દરમિયાનમાં ૧૦ હજાર વેતન આપવુ. (8) ગ્રેજ્યુટી, પ્રોવિડન્ટ ફંડ, ઇએસઆઇ યોજનાનો લાભ આપવામાં આવે. (9) આંગણવાડી વર્કર અને નવી શિક્ષણનીતિનો અમલ સમયે પૂર્વ પ્રાથમિક શિક્ષક તરીકે નિમણુંક આપવી. આ તમામ ઉપરોક્ત પ્રશ્નો સરકાર કક્ષાના હોય અને નિર્ણય કરી જરૂરી આદેશ કરવા વિનંતી કરી છે.

અન્ય સમાચારો પણ છે...