રજૂઆત:ભીમપોર ગામમાંથી ગેરકાયદે રેતી ખનન કરાતા કલેક્ટરમાં રજૂઆત

ઝઘડિયા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનોએ કલેકટરને સંબોધી પોલીસને આપેલી ફરિયાદ
  • ઉડતી ધૂળથી બાળકોના આરોગ્ય પર અસર થયાના આક્ષેપ

ઝઘડિયા તાલુકાના ભીમપોર ગામ ના 30થી વધુ ગ્રામજનોએ જિલ્લા કલેકટરને સંબોધીને લખેલી ફરિયાદ રાજપારડી પોલીસને આપી છે. તેમની ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે તેમના ગામમાં સરકાર દ્વારા ગામ લોકોની અવરજવર કરવાની સારી સુવિધા મળે તેવા આશયથી શેરીના ડામર રસ્તો બનાવેલ આ રસ્તા પર રેતી માફિયાઓ અને રાજકીય વગદાર ધારકો સ્થાનિક લોકોની પરવા કર્યા વગર આ રસ્તા પરથી ટ્રકો ઓવરલોડ રેતી ભરી રાત દિવસ એકધારી વહન કરી રહેલ છે જે સામે સરકારી બાબુઓની રહેમ નજર હેઠળ આ કૃત્ય ચાલી રહ્યું છે.

રેતી ઉલેચી ગેરકાયદેસર રીતે વહન કરનારાઓ તેમના મળતીયા ભાડૂતી ઈસમો દ્વારા લોકોને કાયદાકીય રીતે ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રહ્યા છે. અને આ બંને ઈસમો બિન આદિવાસી છે બનાવટી આદિવાસી બની સમાજમાં અરાજકતા ફેલાવે છે તેથી ગ્રામજનોને ભયભીત બનાવે છે.

આ રસ્તા ઉપર દૈનિક રાતદિવસ આશરે 100થી વધુ ટ્રકો બેફામપણે ગામના જાહેર રસ્તા ઉપરથી વહન કરી ગામના લોકોના આરોગ્ય સાથે ચેડા કરી હેરાન કરી રહેલ છે. ગામની સ્કૂલ અને આંગણવાડી સામેથી બેફામ રીતે ટ્રકો પસાર થાય છે જેથી શાળા અને આંગણવાડીના બાળકોના આરોગ્ય પર સીધી અસર થઇ રહેલ છે. જેને લઇ બાળકોને અભ્યાસ કરવામાં તકલીફ પડી રહેલ છે. રેતી લઇને પસાર થતી ટ્રકો મર્યાદા બહાર રેતી પરિવહન કરે છે આ માટે જવાબદાર કોણ તેમ ગ્રામજનોએ પ્રશ્ન ઉઠાવ્યો હતો.

...તો શાળાના બાળકો સાથે રસ્તો રોકીશું
અમારી ફરિયાદની તાત્કાલિક કાર્યવાહી નહી કરવામાં આવે તો નાછુટકે અમો અસરગ્રસ્ત ગ્રામજનો તથા સ્કૂલનાં બાળકોની સાથે ગામમાંથી પસાર થતા રસ્તા ઉપર આવી ગાંધી ચિંધ્યા માર્ગે રસ્તો રોકવાની ફરજ પડશે તેની તમામ જવાબદારી સરકારી તંત્રની રહેશે તેમ જણાવ્યું હતું - ગ્રામજનો.

અન્ય સમાચારો પણ છે...